
- પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર
- પાકિસ્તાનમાં હિંદુ-શીખ-ખ્રિસ્તી યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ
- પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તી કિશોરીનું બળજબરીથી ધર્માંતરણ

નવી દિલ્હી : પાકિસ્તાનમાં “મારીને મુસલમાન બનાવવાનો મુલ્લાઓનો ધંધો” જોરશોરથી ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં શીખ અને હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ અને નિકાહના મામલા સામે આવ્યા છે. હવે પંજાબ પ્રાંતની એક ખ્રિસ્તી કિશોરીના પિતાનો આરોપ છે કે તેમની પુત્રીને સ્કૂલના પ્રિન્સિપલે બળજબરીથી ધર્માંતરણ કરાવીને ઈસ્લામ અંગિકાર કરાવ્યો છે.
આ ખ્રિસ્તી કિશોરીની વય 15 વર્ષીય છે અને તેનું નામ ફાઈર છે. ખ્રિસ્તી કિશોરીના પિતા પ્રમાણે, તેમની પુત્રીની સ્કૂલના પ્રિન્સિપલ લાહોરથી 50 કિલોમીટર દૂર શેખપુરા જિલ્લાના એક મદરસામાં લઈ જઈને તેનું બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું છે. આ પ્રિન્સિપલનું નામ સલીમા બીબી છે. બળજબરીથી ધર્માંતરીત ખ્રિસ્તી કિશોરીના પિતાએ પ્રિન્સિપલ સલીમા બીબી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
ખ્રિસ્તી કિશોરીના પિતાનું કહેવું છે કે તેમની પુત્રીને બળજબરીથી મદરસામાં લઈ જઈને બંધ કરી વામાં આવી. પરિવારને તેને મળવાની મંજૂરી આપવામાં આવી નહીં.
આ મામલે બુધવારે તેમણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના માનવાધિકાર પ્રધાનને ફરિયાદ કરી છે. તેના પછી એફઆઈઆર નોંધવામાં આવી છે અને બુધવારે કિશોરીને મદરસામાંથી મુક્ત કરાવવામાં આવી છે.
ખ્રિસ્તી પીડિતાના પિતાનું કહેવું છે કે તેમની પુત્રીનું બળજબરીથી સોમવારે ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે. તેને મદરસામાંથી મુક્ત કરાવીને દારૂલ અમનમાં રાખવામાં આવી છે. જણવવામાં આવે છે કે કિશોરીને તેના પરિવારને સોંપી દેવામાં આવશે.