Site icon Revoi.in

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો CMએ કરાવ્યો પ્રારંભ

Social Share

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Travel and Tourism Fair  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં બે દાયકાથી યોજાતો આ ફેર રાજ્યની ટૂરિઝમ ઈકોસિસ્ટમને વેગ આપવામાં B2B ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશનથી મહત્વનું યોગદાન આપે છે. એટલું જ નહિ, પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન, વ્યવસાયિક સહભાગીતાને વેગ તેમજ ટુરિઝમ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સને એકબીજા સાથે જોડવાનું પણ માધ્યમ બન્યો છે.

રાજ્ય સરકારે 2026ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે તે સંદર્ભમાં રાજ્યના પ્રવાસન સ્થળો અને પ્રવાસન વિકાસની તકોને વિશ્વ સમક્ષ વધુ પ્રભાવક રીતે પ્રસ્તુત કરવામાં પણ આ ફેર પ્રેરક બનશે.

ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર-2026ની આ એડિશનમાં 900થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા-જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતનો જે વિચાર આપ્યો છે તેને આ TTF સાકાર કરે છે.

મુખ્યમંત્રીએ આ ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કર્યું તે વેળાએ ગોવાના પ્રવાસન મંત્રી  રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી  સતપાલ મહારાજ પણ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહાનુભાવોએ એક્ઝિબિશનની મુલાકાત દરમ્યાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર , ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા હતા. તેમણે સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને  સબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ  સહિત ની વિગતો પણ જાણી હતી.

Exit mobile version