Site icon Revoi.in

મધ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે

Social Share

નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી બે દિવસ દરમિયાન શીત લહેર ચાલુ રહેશે. પૂર્વ ભારતના ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં આજે પણ ઠંડીનું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.સોમા સેન રોયે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો છે. દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આજે અને આવતીકાલે મોડી રાત્રે ઠંડા પવન અને ધુમ્મસની સંભાવના છે.