Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બ્રિજની મજબુતાઈની તપાસ કરીને રિપોર્ટ આપવા કલેકટરનો આદેશ

Social Share

સુરેન્દ્રનગરઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીર બ્રિજ તૂટી જતા 21ના મોત નિપજ્યા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે રાજ્યના તમામ વર્ષો જુના બ્રિજની મજબુતાઈ તપાસવાના આદેશ કરાયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર દ્વારા તમામ બ્રિજનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. આર એન્ડ બી સ્ટેટ, આર એન્ડ બી પંચાયત, નેશનલ હાઇવે, મ્યુનિ. કોર્પોરેશન, નર્મદા વિભાગ સહિત દરેક ડીપાર્ટમેન્ટને તેમના હસ્તકના પુલનુ ચેકીંગ કરવા સુચના આપી છે

પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રીજની દુર્ધટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની તપાસ માટે જિલ્લા કલેકટરોને સુચના આપી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા પણ ચેકિંગના આદેશ અપાયા છે. તાજેતરમાં જિલ્લામાં વિવિધ વિભાગો હેઠળ આવતા પુલ પણ જર્જરીત હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા.ત્યારે આ મામલે જિલ્લા કલેકટરે બેઠક યોજી તમામ પુલનુ ચેકીંગ કરી રીપોર્ટ કરવાના આદેશ કરાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા માર્ગમકાન સ્ટેટ હાઇવે જિલ્લા પંચાયતના અનેક બ્રીજ જર્જરીત હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા. આથી કોઇ દુર્ધટના સુરેન્દ્રનગર જિલ્લા  બને પહેલા પુલો રીપેરીંગ કરવા લોકમાંગ ઉઠી હતી.ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે જિલ્લાના તમામ પુલ, બ્રીજનું ચેકીંગ હાથ ધરવા સુચના આપી હતી.

આ અંગે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યુ કે આ મામલે બેઠક કરી હતી આરએન્ડબી સ્ટેટ, આરએન્ડબી પંચાયત, નેશનલ હાઇવે,  મ્યુનિ. કોર્પોરેશન, નર્મદા વિભાગ દરેક ડીપાર્ટમેન્ટને તેમના હસ્તકના પુલનુ ચેકીંગ કરવા સુચના આપી છે.  દરેક પુલોનો ઝડપથી જેટલો બને તેટલો રીપોર્ટ આપવા જણાવાયુ છે જે બ્રીજમાં ખામી જણાશે ત્યાં રીપેરીંગ કરવામા આવશે.