કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે – આમ કરનાર પ્રથમ મહિલા અધિકારી
- કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે
- આમ કરનાર તે પ્રથમ મહિલા અધિકારી બન્યા
દિલ્હીઃ- હવે મહિલાઓ જદરેક ક્ષએત્રમાં આગળ આવી રહી છે દેશની સુરક્ષામાં પ ણમહિલાઓ પોતાનું યોગદાન આપતી જોવા મળે છે મોદી સરકારના અથાગ પ્રય.ત્નોથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ કાર્યભાર સંભાળતી થી છે ત્યારે હવે દેશની રક્ષા માટે મહિલાઓના પદ ભારે બની રહ્યા છે.
જાણકારી અનુસાર બીઆરઓ ચીફ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ આજે કર્નલ અર્ચના સૂદને 756 ટાસ્ક ફોર્સનો દંડો સોંપ્યો. કર્નલ સૂદ બોર્ડર રોડ ટાસ્ક ફોર્સને કમાન્ડ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા અને તેઓ અરુણાચલના પડકારરૂપ સરહદી વિસ્તારોમાં વ્યૂહાત્મક માળખાના વિકાસ માટે જવાબદાર રહેશે.
આ પહેલા પણ દેશની ત્રણયે સેનામાં મહિલાઓ ઉચ્ચ અધિકારીના પદનો કાર્યભાર સંભઆળતી જોવા મળી છે. ત્યારે હવે સેનાની આ ટાસ્ક ફઓર્સમાં પણ મહિલા અધિકારી કાર્યભાર સંભાળીને આમ કરવારી પહેલી મહિલા બનવા જઈ રહી છે.