Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોર્પોરેશનમાં વિપક્ષના પદ માટે કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે હરિફાઈ

Social Share

અમદાવાદ, 30 એપ્રિલ 2026: Two Congress leaders in competition for opposition post  અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે 32 બેઠકો મેળવ્યા બાદ વિપક્ષના નેતાપદ મેળવવા માટે શહેઝાદ ખાન પઠાણ અને નિરવ બક્ષી  વચ્ચે  હરિફાઈ જામી છે. બન્ને નેતાઓએ પક્ષના મોવડીઓને મનાવવા લાબીંગ શરૂ કર્યું છે. શહેઝાનખાન પઠાણ ગત ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એટલે આ વખતે નીરવ બક્ષીને તક આપવામાં આવે તેવી શક્યતા છે.

 અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસમાં વિપક્ષના નેતાના પદ માટે મુખ્યત્વે બે નામો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. દાણીલીમડા વોર્ડમાંથી જીતેલા શહેઝાદ ખાન પઠાણ ગત ટર્મમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સત્તાધારી પક્ષ સામે આક્રમક રજૂઆતો અને પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં તેઓ સફળ રહ્યા હોવાથી તેમને ફરીથી તક મળી શકે છે. જ્યારે દરિયાપુર વોર્ડના નીરવ બક્ષી ગત ટર્મમાં તેઓ ઉપનેતા તરીકે કાર્યરત હતા. સિનિયરિટી અને અનુભવને ધ્યાને રાખીને આ વખતે તેમને નેતા પદની જવાબદારી સોંપાઈ શકે છે.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ એએમસીમાં ગત ટર્મમાં વિપક્ષના નેતાની પસંદગી મુદ્દે કોંગ્રેસમાં ભારે જૂથબંધી જોવા મળી હતી, જેના કારણે એક વર્ષ સુધી આ પદ ખાલી રહ્યું હતું. આ વખતે પક્ષ કોઈ પણ વિવાદ વગર વહેલી તકે નિમણૂક કરી દેવામાં આવશે. શહેજાદખાન પઠાણે ચાર વર્ષ સુધી વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા ભજવી હોવાથી હાઈકમાન્ડ તેમને રીપીટ કરે છે કે નવા ચહેરા તરીકે નીરવ બક્ષી પર પસંદગી ઉતારે છે, તેની ચર્ચા ચાલી રહી છે.

Exit mobile version