Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ થયા તે પહેલા જ કોંગેસ દ્વારા ગૃહની બહાર વિરોધ કરાયો

Social Share

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. બજેટ સત્રના આજે ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં 2026-27ના વર્ષનું અંદાજપત્ર નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કર્યું હતું.  આજે ગૃહના કાર્યારંભ પહેલા જ  કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલાઓ, બેરોજગારીના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.

રાજ્ય સરકારના બજેટ પૂર્વે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું  કે, બજેટમાં અનેક આશા અપેક્ષા છે. જેમકે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. બેરોજગાર યુવાનો માટે ચોક્કસ નીતિ હોવી જોઈએ. કમોસમી વરસાદના પગલે થયેલા નુકસાનની હજુ સહાય મળી નથી. મોટા પ્રમાણમાં લોકોને વિનામૂલ્યે અનાજ આપવું પડે છે. તો કેવો વિકાસ? ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું પરંતુ વીઘે દીઠ ઓછા રૂપિયા મળ્યા છે. ખેડૂત અને શિક્ષિત બેરોજગારની સમસ્યા મોટી છે. બજેટમાં આંકડાઓની માયાજાળના બદલે સામાન્ય વ્યક્તિ માટે ખાસ હોવું જોઈએ. દર વર્ષે સરકાર કેટલી નોકરી આપશે એની જાહેરાત થવી જોઈએ.

ગુજરાત વિધાનસભામાં ગૃહમાં પશ્નોત્તરી કાળની શરૂઆતથી જ ગરમાગરમી જોવા મળી હતી. અધ્યક્ષે પ્રશ્નોત્તરી પેહલાં જ જીગ્નેશ મેવાણીને ચેતવ્યા છે કે કોઈ પણ જાતનું પોસ્ટર લઈને ઊભા થતા નહીં. બજેટના વિરોધમાં મેવાણી બ્લેક કલરનો શર્ટ પહેરીને આવ્યા હતા.

Exit mobile version