Site icon Revoi.in

રાંધણ ગેસની અછતને લીધે કોંગ્રેસે વિધાનસભા બહાર સૂત્રોચ્ચાર સાથે કર્યો ભારે વિરોધ

Social Share

ગાંધીનગર, 13 માર્ચ 2026: Congress protests over shortage of cooking gas ખાડી યુદ્ધને લીધે એલપીજી ગેસના સપ્લાય પર અસર થતા ગુજરાત સહિત દેશભરમાં એલપીજી ગેસની અછત ઊભી થઈ છે. ગુજરાતમાં એલપીજી ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે સરકારની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.  કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા હતા.અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે,  દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે. જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે.

Exit mobile version