![મેધાલયના CM તરીકે કોનરાડ સંગમા 7 માર્ચે શપથ ગ્રહણ કરશે- પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે](https://www.revoi.in/wp-content/uploads/2023/03/123.jpg)
મેધાલયના CM તરીકે કોનરાડ સંગમા 7 માર્ચે શપથ ગ્રહણ કરશે- પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
- કોનરાડ સંગમા 7 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે
- પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
શિલોંગઃ- વિતેલા દિવસે ત્રણ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં મેધાલય ત્રિપુરા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. ત્યારે મેધાલયમાં કોનરાડ સંગમા ફરી એકવાર સીએમ પદ પર સંભઆળતા જોવા મળશે.
પ્રાપ્ત વિગત મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ સમારોહ 7 માર્ચના રોજ યોજાશએ આ દિવસે ખાસ પીએમ મોદી 7 માર્ચે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મતે, કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીરાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે ઉલ્લેખનીય છે કે તેમણે અને તેણે 59માંથી 26 બેઠકો જીતી છે. બહુમતીનો આંકડો હાંસલ કરવાથી તે થોડી બેઠકો ચૂકી ગઈ છે.
આ પહેલા પીએમ મોદીએ તેમની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા,
દરમિયાન, આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માએ કહ્યું કે સંગમાએ નવી સરકાર બનાવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું સમર્થન માંગ્યું છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી એ 11 સીટો જીતી છે. સંગમાની આગેવાની હેઠળની વર્તમાન સરકારમાં તે NPPની સાથી હતી.
ઉલ્લેખનીય છે કે મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ સરકાર બનાવવાનો દાવો કરતા પહેલા કહ્યું કે ભાજપે અમને સમર્થન આપ્યું છે. અમે રાજ્યપાલને મળવાના છીએ. અમે તેમને વિનંતી કરીશું કે તેઓ નેશનલ પીપલ્સ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે.