
કોરોનાના કેસમાં સતત વધઘટ,દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા
દિલ્હી:કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,272 નવા કેસ સામે આવવાને કારણે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,43,27,890 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતકોની સંખ્યા 5,27,289 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,01,830 થી ઘટીને 1,01,166 પર આવી ગઈ છે.
જો કે સરકાર દ્વારા અને લોકો દ્વારા કોરોનાને હરાવવા માટે અનેક અને અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે. કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો આંકડો જોયો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થતા પણ જોયા છે. હાલ હવે સ્થિતિ સુધરી છે ત્યારે એવું કહી શકાય કે દેશમાં કોરોનાને હાર આપવામાં દેશની સામાન્ય જનતા અને સરકારનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
જાણકારોના કહેવા અનુસાર વેક્સિનેસનની જોરદાર ગતિના કારણે દેશમાં કોરોનાથી કેટલાક લોકોના જીવ બચી ગયા છે. સરકાર દ્વારા લોકોને વેક્સિનેશન આપવામાં પણ જોરદાર સ્પીડ બતાવી છે