Site icon Revoi.in

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમા PSC બ્રિજનું બાંધકામ પૂર્ણ

Social Share

અમદાવાદઃ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 4 પર 260 મીટર લાંબો પીએસસી પુલ 22મી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ ગુજરાતના સુરત જિલ્લાના કોસંબા નજીક ઉંચા વાયડક્ટ મારફતે દિલ્હી અને મુંબઈ વચ્ચેના (રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતા) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 4 ઉપરથી પસાર થાય છે.

આ પુલમાં 104 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં ચાર સ્પાનની ગોઠવણી 50મી + 80મી + 80મી + 50મી છે અને તે બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિ વડે નિર્માણ કરવામાં આવ્યું છે, જે મોટા સ્પાન માટે આદર્શ છે. નવો પૂર્ણ થયેલ પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનોની વચ્ચે આવેલું છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 4 દિલ્હી અને મુંબઈ વચ્ચેનું નિર્માણાધીન ધોરીમાર્ગ છે. નિર્માણકાર્યનું ધ્યાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેથી વાહનો અને કામદારોની સલામતી સુનિશ્ચિત થઈ શકે, સાથે જ ટ્રાફિક પ્રવાહ સતત ચાલું રહે અને જાહેર જનતાને ઓછામાં ઓછી અસુવિધા અનુભવાય છે.

Exit mobile version