
શિયાળામાં આ ત્રણ વસ્તુઓનાં મિશ્રણ નું કરો સેવન .પેટની સમસ્યાનું થશે નિવારણ
- આમળા,હરડે અને બહેડાના મિશ્રણથી ત્રિફળાનું ચૂર્ણ બને છે
- ત્રિફળાનું ચૂર્મ પેટની સમસ્યામાં રાહત આપે છે.
સામાન્ય રીતે આપણે સૌ કોઈએ ત્રિફળા નામની આયુર્વેદિક વસ્તુનું નામ સાંભળ્યું જ હશે જે શરીર માટે ગુણકારી માનવામાં આવે છે જેના સેવનથી અનેર રોગ નાશ પામે છે, ત્રિફળાનું સેવન કરવાથી જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા કારગર અને ગુણકારી માનવામાં આવે છે.
ખાસ કરીને ત્રિફળા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સીર માનવામાં આવે છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં આવે છે ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળાનું મધુર મિલન છે જે સ્વાસ્થ્યને અલમસ્ત રાખે છે.
હરડે
હરડેની તુલના આયુર્વેદમાં માતાના દૂધ સાથે કરવામાં આવી છે. હરડે ત્વાયુ, પિત્ત અને કફનો નાશ કરે છે. હરડે અગ્નિ પ્રદીપ્ત કરે છે એટલે કે ભૂખ લગાડે છે. હરડે હૃદય અને મગજ માટે ટોનિકની જેમ કામ કરે છે.
આમળા
આમળા અનેક રીતે ગુણકારી છે. તે શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરીરમાં એન્ટી બેક્ટેરિયલ શક્તિનો સંચાર થાય છે. આમળા યુવાની બરકરાર રાખે છે. પિત્ત દોષમાં ફાયદાકારક છે. પાચનને દુરસ્ત રાખે છે. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે
બહેડા
બહેડા અત્યંત ગુણકારી છે. તે કફદોષનાશક અને કેશવર્ધક હોવાથી વાળને કાળા રાખવામાં મદદ કરે છે. આંખ અને લોહી સંબંધી રોગોમાં લાભકારી છે.
આમ આ ત્રણેય અત્યંત ગુણકારી વસ્તુઓના સંગમથી બને છે ત્રિફળાનું ચૂર્ણ. આ ચૂર્ણ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો,હરડે, આમળા અને બહેડાના મિશ્રણથી આ ચૂર્મ બનાવી શકાય છે.