
ઉનાળામાં પાઈનેપલ અને તેના જ્યૂસનું સેવન દિવસભર એનર્જી બનાવી રાખે છે,જાણો તેના બીજા ઘણા લાભ
- પાઈનેપલ વિટામિન સીથી ભરુપુર હોય છે
- ઉનાળામાં તેનું સેવન સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે
ઉનાળાની ગરમીની શરુઆત થી ચૂકી છએ ત્યારે આપણે આપણ ાખોરાક પર પુરતુ ધ્યાન આપવું જોઈએ સવારની શરુઆતથી જ શરીરને એનર્જી મળી રહે તેવા ફળો અને ખોરાકનું સેવન કરવું જોઈએ, વિટામીન સીથી ભરપુર ખોરાકની પસંદગી કરી શરીર માટે ગુણકારી છે જેમાંનું એક ફળ છે અનાનસ જેનું જ્યુસ અથવા તે ખાવાથી દિવસ દરમિયાન ભરપુર એનર્જી મળી રહે છે.
અનાનસમાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન બી કોમ્પ્લેક્ષમાં વિટામીન બી-૧ , વિટામીન બી-૬અને વિટામીન બી-૮ ફોલિક એસિડ હોય છે. મિનરલ્સમાં પોટાશ્યમ, મેગ્નેશ્યમ, કેલ્શ્યમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ છે. જે શરીરને જરુરી તત્વો છે સ્નાયુના અને સાંધાના સોજામાં પાઇનેપલમાં રહેલું બ્રોમેલીન નામનું ‘પ્રોટીઓલાયટીક એન્ઝાઇમ’ તાત્કાલીક ફાયદો કરાવે છે.
અનાનસમાં પાવરફૂલ એન્ટી ઓક્સિડંટ વિટામીન સી અને વિટામીન એ છે જેને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. બેક્ટેરિયા, વાઇરસ અને બીજા સૂક્ષ્મ જીવાણુને લીધે થનારા ચેપી રોગો સામે રક્ષણ મળે છે. વિટામીન સીને કારણે શરીરમાં ઇજા થઈ હોય તો જલ્દી રૃઝાઈ જાય છે.પાઈનેપલમાં વિટામીન એ, વિટામીન સી જેવા પાવરફૂલ એન્ટી ઓક્સિડંટ ઉપરાંત બ્રોમેઝીલન અને મેંગેનીઝ તેમજ ફ્લેવેનોઇડ્સ જેને કારણે કેન્સર સામે રક્ષણ મળે છે.
અનાનસ ફાઇબર છે અને બ્રોમેલીન છે જેને કારણે પેટના રોગો જેવા કે ગેસ, અપચો, ઉલ્ટી, ઉબકા, કબજિયાત, ઝાડા થઈ જવા વગેરેમાં રાહત આપે છે.પાવરફૂલ એન્ટિ ઓક્સિડન્ટ વિટામીન સીને કારણે શ્વસનતંત્ર (રેસ્પીરેટરી સિસ્ટીમ)ના રોગો સામે રક્ષણ આપે છે.
અનાનસમાં વિટામીન એ (બિટાકેરોટિન) છે જે પણ પાવરફૂલ એન્ટી ઓક્સિડંટ ગણાય છે જેનાથી આંખોના કોષ (રોડ્સ એન્ડ કોન્સ)ને ખૂબ પોષણ મળે છે તેથી વિઝન સુધરે છે. અનાનસ વિપુલ પ્રમાણમાં મેંગેનીઝ છે જેને કારણે હાડકા બનવાની, વધવાની અને તૂટી ગયા હોય તો સાંધવાની ક્રિયા સારી રીતે થાય છે.
અનાનસ વિટામીન સી અને બ્રોમેલીન છે જેને કારણે મોમાં કોઈ પણ જાતનો ચેપ નથી લાગતો અને મોં ચોખ્ખું રહે છે.અનાનસમાં પોટાશ્યમ છે જેને કારણે લોહીની નળીઓમાં લોહી ફરવાની ક્રિયા સરળ રીતે થાય છે એટલે બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. પાઇનેપલમાં પોટાશ્યમ ઉપરાંત કોપર છે જેને લીધે લોહીના રક્તકણ એકદમ તંદુરસ્ત રહે છે.