
ભારતમાં ફરી ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ,છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 થી સાત દર્દીઓના મોત
- ભારતમાં ફરી ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ
- છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 થી સાત દર્દીઓના મોત
- કોરોના સંક્રમણના 960 સક્રિય કેસ વધ્યા
- અત્યાર સુધીમાં 220,66,12,500 લોકોને અપાઈ રસી
દિલ્હી :દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિનપ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે સાત દર્દીઓના મોત થયા છે અને કોરોના સંક્રમણના 960 સક્રિય કેસ વધ્યા છે. આ દરમિયાન દેશમાં કોરોના રસીકરણ પણ ચાલી રહ્યું છે અને આ ક્રમમાં, છેલ્લા 24 કલાકમાં 686 લોકોને રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં દેશમાં 220,66,12,500 લોકોને રસી આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સક્રિય કેસોની સંખ્યા વધીને 21,179 થઈ ગઈ છે. દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,47,29,284 થઈ ગઈ છે. તે જ સમયે, મૃતકોની સંખ્યા વધીને 5,30,901 થઈ ગઈ છે. આ જ સમયગાળામાં, કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 2,069 વધીને 4,41,77,204 પર પહોંચી ગઈ છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સૌથી વધુ 593 સક્રિય કેસ નોંધાયા છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં 161, તમિલનાડુમાં 84, ઉત્તર પ્રદેશમાં 57, મહારાષ્ટ્રમાં 44, છત્તીસગઢમાં 42, હરિયાણામાં 38, ઓડિશામાં 35, ગોવામાં 33, મધ્ય પ્રદેશમાં 19, કેન્દ્રશાસિત પ્રદેશમાં 18 જમ્મુ અને કાશ્મીરમાં દિલ્હીમાં 11, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં 10, ઝારખંડમાં પાંચ, બિહારમાં ત્રણ, પુડુચેરીમાં બે, મણિપુર અને મેઘાલયમાં એક-એક કેસમાં વધારો થયો છે. બીજી તરફ, દિલ્હી અને પંજાબમાં બે-બે, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.