
કોરોનાને કારણે ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો
- કોરોનાની એવિયેશન સેક્ટર પર અસર
- મુસાફરોની સંખ્યા 30 ટકા ઘટી
- ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યા વધી
અમદાવાદ: ઓમિક્રોન વેરિયન્ટ અત્યારે એટલો ગંભીર જોવા મળી રહ્યો નથી, પણ આવામાં તેની અસર કેટલાક ક્ષેત્રો પર જોરદાર જોવા મળી રહી છે, તેનું મોટું ઉદાહરણ છે ફ્લાઈટમાં મુસાફરી કરનારાની સંખ્યા. જાણકારી અનુસાર ઓમિક્રોનના કારણે કેટલાક લોકો હવે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પણ ટાળી રહ્યા છે અને ફ્લાઈટ પણ હવે કેટલીક વાર કેન્સલ કરવામાં આવી રહી છે.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ સૌથી વ્યસ્ત રૂટમાં ઓપરેટ થતી ફલાઇટોમાં ૩૦ ટકા મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મુસાફરોની ઘટી રહેલી સંખ્યાને પગલે એરલાઇન કંપનીઓ એકબીજા સેક્ટરની ફલાઇટો મર્જ કરી ઓપરેટ કરવાનું પણ નક્કી કર્યુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદિન 150થી વધુ ફલાઇટોમાં 18 હજાર પ્રવાસીઓનો ફૂટ ફોલ છે.
આ તમામ મુસાફરોને ફલાઇટ શેડયુલ ચેન્જનો મેસેજ પણ આવી ગયો હતો. તમામને સવારની લખનૌની ફલાઇટમાં મર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે સ્પાઇસજેટની ગ્વાલિયરની ફલાઇટ પણ ખરાબ વાતાવરણના પગલે કેન્સલ કરવામાં આવી હતી.એરલાઇન કંપની સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યુ છે માંડ એરલાઇન કંપનીઓ પાટે ચડી હતી ફરીથી કેસો વધતા મુસાફરોની આવનજાવન પર બ્રેક વાગશે.