
- આજ રાતથી દિલ્હી,યૂપીમાં કર્ફ્યૂનો અમલ થશે
- આજે રાતે 8 વાગ્યાથી લઈને સોમવારની સવાર સુધી રહેશે કર્ફ્યૂ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઈને રાજ્યસરકાર અનેક પગલા લઈ રહી છે ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યભરમાં 36 કલાકનો કોરોના કરફ્યુ લાગુ કર્યો છે. ગાઝિયાબાદ અને નોઇડા સહિત આજે રાત્રે આઠ વાગ્યાથી લઈને સોમવારની સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી બનશે.
આ સમયગાળા દરમિયાન અગ્નિશમન વિભાગની સફાઇ અને સ્વચ્છતા માટે વિશેષ અભિયાન હાથ ધરીને તમામ જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સેનિટાઈઝેષન કરવામાં આવશે, આ સાથે જ આ સમય દરમિયાન ફક્ત આવશ્યક ચીજો માટે જ છૂટ મળશે.
સાથે જ હવે સમગ્ર રાજ્યમાં દર રવિવારે સાપ્તાહિક પાબંધિઓ લાગૂ કરવામાં આવી છે,જે જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તે અઢવાડિયા દરમિયાન ચાલુ રહેશે. શુક્રવારે ટીમ -11 સાથે વર્ચ્યુઅલ મીટિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મહત્વનો નિર્ણય લીધો છે.
આ સાથે જ જે લોકો માસ્ક પહેરતા નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક વિના બહાર નીકળ્યા બાદ પ્રથમ વખત એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બીજી વખત પણ આ ભૂલનું પુનરાવર્તન થાય. છે તો, બીજી વખત10 ગણો દંડ ભરવો પડશે.
મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ આ સંદર્ભે સૂચનાઓ જારી કરીને કહ્યું છે કે કોરોનાના નિયનોમા પાલનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. તેમને પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક સ્તરે એસએચઓની રહેશે. જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંબંધિત એસએચઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ચેકીંગ કામગીરી જાતે હાથ ધરશે.
સાહિન-