1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બિહારમાં કોરોના વકર્યોઃ- સીએમ નિતીશ કુમારે 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી
બિહારમાં કોરોના વકર્યોઃ- સીએમ નિતીશ કુમારે 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી

બિહારમાં કોરોના વકર્યોઃ- સીએમ નિતીશ કુમારે 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી

0
Social Share
  • બિહાર સરકારે લોકડાઉનની કરી જાહેરા
  • 15 મે સુધી રાજ્યમાં લોકડાઉન જાહેર

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેj તબાહી મચાવી રહી છે, કોરોના સંક્રમિત દર્દીઓના મોતની સંખ્યા પણ વધી રહી છે, દેશની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. દેશની આરોગ્ય વ્યવસ્થામાં અનેક તબીબી સાધનોની પણ અછત સર્જાઈ રહી છે. દેશભરની હોસ્પિટલોમાં બેડ , વેન્ટિલેટર, રેમડેસિવીર અને ઓક્સિજનની અછત સતત વર્તાઈ રહી છે. સેંકડો લોકો સારવાર વિના મૃત્યુ પામી રહ્યા છે. સ્મશાન ઘાટ પર ઘણા કલાકો સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડે છે. ત્યારે આવી સ્થિતિમાં અનેક રાજ્યો લોકડાઉન કે આંશિક પ્રતિબંધો તરફ આગળ વધી રહ્યા છે.

ત્યારે હવે વધતા કોરોનાના કહેરને લઈને બિહારમાં ચિંતા વધી છે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અને તેના પર કાબુ મેળવવા માટે રાજ્યની નીતિશ સરકારે 15 મે સુધી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી છે, આ સમય દરમિયાન, અન્ય આવશ્યક સેવાઓ સિવાય દરેક દુકાનો સહીત જાહેર સ્થળો બંધ રાખવામાં આવશે. બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code