દેશના 30 જેટલા જીલ્લાઓમાં હાલ પણ કોરોનાનું જોખમ – કોરોના પોઝિટિવ રેટ 10 ટકાથી વધુ
- દેશના 30 જીલ્લાઓમાં કોરોનાનું જોખમ યથાવકત
- 13 જીલ્લા તો માત્ર કેરળના જ
દિલ્હીઃ- દેશમાં હાલ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યા છે એ વાત સત્ય છે પરંતુ એક વાત એ પણ નકારી શકાય નહી કે આજે પણ દેશના 30 જીલ્લાઓ એવા છે કે જ્યા કોરોનાનું જોખમ યથાવત જોવા મળી રહ્યું છે, મહત્વની વાત તો એ છે કે આ 30 જીલ્લાઓમાંથી 13 જીલ્લાઓ તો માત્ર કેરળના જ છે.આ જીલ્લાઓમાં હાર પણ પોઝિટિવિટી રેટ 10 ટકા અથવા તો તેથી વધુ જોવા મળી રહ્યો છે.
આ બાબતે આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ રાષ્ટ્રીય સ્તરે સાપ્તાહિક સકારાત્મકતા દર સતત 13 દિવસો માટે 3 ટકા થી ઓછો રહ્યો છે. તેથી જ નિષ્ણાતો ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતી નિવારણની વ્યૂહરચના પર સવાલ ઉઠાવી રહ્યા છે.
નિષ્ણાંતોએ પોઝિટિવિટી રેટને લઈને કહ્યું કંઈ આવું
એક આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ના કંઈક તો ગરબડ છે તેથી જ આટલી મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, અમે ઘણું પરીક્ષણ કરી રહ્યા છીએ પરંતુ તે ફક્ત તે જ સંપર્કોને લક્ષ્ય બનાવી રહ્યું છે જેઓ ઉચ્ચ જોખમમાં છે. આ રીતે જોવા જઈએ તો સ્વાભાવિક છે કે સકારાત્મકતા દર તેમાં જ વધુ હશે. પરંતુ જો આપણે પૂરતા પરીક્ષણો નથી કરી રહ્યા તો કદાચ આપણે ઘણા કેસ મિસ કરીએ છીએ. ખાસ કરીને એસિમ્પટમેટિક કેસો.
દેશના 11 રાજ્યોમાં અન્ય 18 જિલ્લાઓ હજુ પણ 5 ટકા અને 10 ટકા ની વચ્ચે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ સુૂચવી રહ્યા છે, જે ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો લાવવા દરને વધારવાનું સૂચવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, જો સતત બે અઠવાડિયા સુધી કોઈ વિસ્તારમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે હોય, તો જ તે વિસ્તારને નિયંત્રણમાં હોવાનું કહી શકાય.
દેશના સૌથી વધુ અસરગ્રસ્ત કેરળ ઉપરાંત, મિઝોરમના આઠ જિલ્લાઓ, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં, સિક્કિમ અને મેઘાલયમાં હજુ પણ કોરોનાના ઊંચું જોખમ ટકાવારી રીતે જોઈ શકાય છેજ્યા પોઝિટિવિટી રેટ વધુ છે. જોકે દેશભરમાં સૌથી વધુ સક્રિય કેસ હાલમાં કેરળમાં જોવા મળે છે 30 જીલ્લાઓમાં કેરળના 13 જીલ્લાનો સમાવેશ થાય છે જ્યા હાલ પમ સકારાત્મકતા દર 10 કે તેથી વધુ ટકા જોઈ શકાય છે.