1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં હાલ 138 લેબમાં કોરોના ટેસ્ટીંગ લેબ, આગામી દિવસોમાં વધુ 40 લેબ શરૂ કરાશે
ગુજરાતમાં હાલ 138 લેબમાં કોરોના ટેસ્ટીંગ લેબ, આગામી દિવસોમાં વધુ 40 લેબ શરૂ કરાશે

ગુજરાતમાં હાલ 138 લેબમાં કોરોના ટેસ્ટીંગ લેબ, આગામી દિવસોમાં વધુ 40 લેબ શરૂ કરાશે

0

અમદાવાદઃ ગુજરાતમાં કોરનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ દરરોજ સરેરાશ 70 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટેસ્ટીંગ માટે તમામ સુવિધાથી સજ્જ લગભગ 138 જેટલી લેબ કાર્યરત છે. દરમિયાન આગામી દિવસોમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે. જેથી કોરોના ટેસ્ટીંગ ઝડપથી થશે.

રાજ્યમાં હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ધ્યાનમાં રાખીને લગભગ 600 જેટિલા સંજીવની રથ દોડવવામાં આવી રહ્યાં છે. આ રથ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહેલા દર્દીઓના ઘરે ઘરે જઇને સ્વાસ્થ્ય તપાસ કરે છે. કેન્દ્ર સરકારની ઇ-સંજીવની ટેલીમેડિસીન સેવા અંતર્ગત હોમઆઇસોલેશન અને અન્ય દર્દીઓને ઘરે બેઠા જ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કાઉન્સેલીંગ અને વાતચીત કરાવવામાં આવે છે. આ કાઉન્સેલીંગના આધારે તબીબો દ્વારા લખવામાં આવતા ઇ- પ્રીસ્ક્રીપશનની દવાઓને પણ હોમ ડિલીવરીથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકાર પ્રયન્શીલ છે. રાજય સરકારની 1100 ટેલી મેડીસીન હેલ્પ લાઈન અને 104  ફિવર હેલ્પ લાઈન સેવા અંતર્ગત પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને અન્ય દર્દીઓને કોવીડની જાણકારી,  માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કોવિડની તમામ આક્સમિક પરિસ્થિતીઓનો સામનો કરવા યુધ્ધના ધોરણે 97,000 થી વધુ કોરોના સારવાર માટે ના અલાયદા બેડ ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરાઇ છે. જેમાં 70,000 ઓકસીજન બેડ અને 15,000 ક્રીટીકલ બેડ અને 8,000 વેન્ટીલેટરી બેડનો સમાવેશ થાય છે. આક્સમિક પરિસ્થિતીઓમાં DRDO ની મદદથી પણ યુધ્ધના ધોરણે હોસ્પિટલ શરૂ કરવા રાજ્યની તૈયારીઓ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code