
કોરોના રસીકરણ મહાઅભિયાનઃ 74.51 કરોડ લોકોએ પ્રથમ અને 35.71 કરોડ લોકોએ બંને ડોઝ લીધા
દિલ્હીઃ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં હાલ કોરોના રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન દેશના નાગરિકોને અત્યાર સુધી 110.23 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 74.51 કરોડથી વધારે નાગરિકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 35.71 કરોડ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવીને પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને તે બાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષીત કરાયાં હતા. 1.04 કરોડ જેટા આરોગ્ય કર્મચારીઓ પ્રથમ ડોઝ અને 92.97 લાખ કર્મચારીઓએ બીજો ડોઝ લીધો છે. આવી જ રીતે 1.84 કરોડ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે પ્રથમ ડોઝ અને 1.61 કરોડ લોકોએ બંને ડોઝ લઈને કોરોનાને લઈને પોતાને સુરક્ષિત કર્યાં છે. આવી જ રીતે 18થી 44 વર્ષના 42.82 કરોડ યુવાનોને પ્રથમ ડોઝ અને 16.03 કરોડ યુવાનોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 45થી 59 વર્ષના 17.73 કરોડ લોકોએ કોરોનાનો પ્રથમ અને 10.19 કરોડ લોકોએ કોરોનાના બંને ડોઝ લીધા છે. આવી જ રીતે 60 વર્ષથી વધુના 11.11 સિનિયર સિટીઝનોએ પ્રથમ ડોઝ અને 7 કરોડ વૃદ્ધોએ રસીના બંને ડોઝ લીધા છે. આમ દેશમાં અત્યાર સુધી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને અત્યાર સુધીમાં 110.23 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં 24 કલાક દરમિયાન 57.55 લાખ લોકોને રસી આપીને કોવિડ સામે સુરક્ષિત કરવામાં આવ્યાં હતા.
(Photo-File)