1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસઃ ગુજરાત સરકારે પડોશી રાજ્યોની બોર્ડર ઉપર ચેકપોસ્ટ ઉભી કરી
કોરોના વાયરસઃ ગુજરાત સરકારે પડોશી રાજ્યોની બોર્ડર ઉપર ચેકપોસ્ટ ઉભી કરી

કોરોના વાયરસઃ ગુજરાત સરકારે પડોશી રાજ્યોની બોર્ડર ઉપર ચેકપોસ્ટ ઉભી કરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેથી ગુજરાતમાં પણ ફરી કોરોના માથુ ના ઉચકે તે માટે સરકાર હરકતમાં આવી છે. બંને રાજ્યોની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ પ્રવાસીઓનું ટેમ્પરેચર ચેક કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર તેમજ રાજકોટમાં રેલેવ સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં કોરોનાના કેસ વધતા મિનિ લૉકડાઉન છે. દરમિયાન રાજ્યમાં પણ 250ની નીચે આવી ગયેલા કેસની સંખ્યામાં હળવો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં વેક્સિનેશની વચ્ચે 315 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 72 જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યાં હતા. બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા અને કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ વિવિધ વિસ્તારમાં ફરીથી કોરોના ટેસ્ટ માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને બહારથી આવતા વાહનોને અટકાવીને તેમાં સવાર પ્રવાસીઓનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code