
દિલ્હી પોલીસ પર હવે કોરોનાનો કહેર- પીઆરઓ અને એસીપી સહીત 300 પોલીસ કર્મી કોરોનાગ્રસ્ત
- દિલહીમાં કોરોનાની ઝપેટમાં પોલીસ કર્મીઓ
- 300થી વધુ કર્મીઓ કોરોના સંક્રમિત
સમગ્ર દેશમાં જ્યા કોરોનાનો રાફળો ફાટ્યો ઠછે,દૈનિક કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે દિલ્હીમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના એ પોલીસ વિભાગ પર પણ તબાહી મચાવી છે વિતેલા દિવસને . રવિવારે સાંજે આવેલા રિપોર્ટ પ્રનમાણે રાજઘાની દિલ્હી પોલીસના લગભગ 300 કર્મચારીઓ કોરોનાની ત્રીજી લહેરની ટજપેટમાં આવ્યા છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે આ સંક્રમિતોમાં દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી (PRO) અને એડિશનલ પોલીસ કમિશનર ચિન્મય બિસ્વાલનો સમાવેશ થાય છે.
વિતેલા દિવસને રવિવારે આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે 96 હજાર 678 સેમ્પલની તપાસમાં 23.53 ટકા સેમ્પલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન 22 હજાર 751 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. તે જ સમયે, 10 હજાર 179 દર્દીઓને કોરોનામાંથી સાજા થતા રજા પણ આપવામાં આવી છે, પરંતુ આ દરમિયાન 17 દર્દીઓના મોત થયા છે. આ પહેલા 14 જૂનાના રોજ એક જ દિવસમાં 16 દર્દીઓના મોત થયા હતા.ત્યાર બાદ મોતનો આ સૌથી વધુ આંકડો છે.
દિલ્હીમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 15 લાખ 49 હજાર 730 થઈ ગઈ છે ત્યારે હવે કોરોનાથી આરોગ્યકર્મીઓ પયમ સંક્રમિત થી રહ્યા છે તો બીજી તરફ લોકોની સેવામાં આવનારા પોલીસ કર્મઈઓ પર કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે.