Homeગુજરાતીપ્રાદેશિકકચ્છ જિલ્લામાં ગાયોને નિરણ તેમજ રખડતા શ્વાનોની અન્નસેવા કરવામાં આવી

કચ્છ જિલ્લામાં ગાયોને નિરણ તેમજ રખડતા શ્વાનોની અન્નસેવા કરવામાં આવી

  • કચ્છ જીલ્લાના ગોપાલનાથ ગોપાલ ચીક્કી વાળા બન્યા ગૌનાથ – ગૌપાલક
  • બાર હજાર કિલો ઉપરના લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવવામાં આવ્યો

ભુજ, 13 માર્ચ, 2026 –  ધૂળેટીની ઊજવણી નિમિત્તે તાજેતરમાં ઉદાર દાતાઓ દ્વારા કચ્છમાં સેંકડો ગાયોને લીલું નિરણ તથા રસ્તામાં ફરતા નિરાધાર શ્વાનોને પોષણયુક્ત ખોરાક આપીને તેમની પણ અન્નસેવા કરવામાં આવી હતી.

ભુજના સમાજસેવક પંકજભાઈ વ્યાસના જણાવ્યા મુજબ, તા. ૦૧/૦૩ /૨૦૨૬ રવિવારના રોજ દાતા શ્રી ગોપાલનાથ કાકુનાથ નાથબાવા (ગોપાલ ચીક્કીવાળા ભુજ કચ્છ વાળા) ના પરીવારજનો તરફથી અન્ય દાતા શ્રી લાધુનાથ દેવનાથ નાથબાવા (ભુજ વાળા) ના પરીવારજનો તરફથી એક મોટો ટેમ્પો અને એક મીની ટેમ્પો લીલા ઘાસચારાનાં ગૌ નિરણ માટેનું આર્થિક યોગદાન અર્પણ કર્યું હતું.

આ આર્થિક યોગદાનને આધારે ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિના માધ્યમથી મુન્દ્રા તાલુકાના ગામ મોટી ભુજપર પાંગળાપોળ ખાતેના ગૌધનોને બાર હજાર કિલો લીલો મકાઈનો ઘાસચારો નિરણ દાતાઓના પરિવારજનો સાથે સમિતિના ગૌસેવકો અને સ્થાનિક ગૌપાલકોની જહેમતથી સંપન્ન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થાનિક ગૌપાલકોને વિરલભાઈ માહેશ્વરી તરફથી દાબેલી અને ગોપાલ ચીક્કી તરફથી પાાઈનેપલ મલાઈ નાળિયેર ઠંડાઈ જ્યુસ અર્પણ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, રસ્તા પર ઓવરબ્રિજમાં પક્ષીઓને બાજરી – જુવાર નિરણ કરાવ્યા સાથે સાથે રસ્તા પર આવતી વાડી વિસ્તારમાંના રખોપા કરતાં અંદાજે અઢીસો જેટલાં શ્વાનોને દૂધ, ઘઉં અને બાજરાના રોટલી રોટલાઓનાં ટૂકડાઓ મિક્સ કરી નિરણ કરાવવામાં આવ્યા હતા.

food provided to Cows and stray dogs
food provided to Cows and stray dogs

આ કાર્યમાં સમિતિના અધ્યક્ષ સચીનભાઈ ગણાત્રા તથા એમની ગૌસેવકોની સારી એવી સકારાત્મક સક્રિય ઊર્જાના શ્રમયજ્ઞમાં પરસેવો પાડી આહૂતિ પ્રદાન કરનારા નવીનભાઈ માહેશ્વરી (ગાંધી), શંભુભાઈ ઠક્કર રામરોટી, બ્રીજેશ ગણાત્રા, પરેશભાઈ માહેશ્વરી, પંકજકુમાર વ્યાસ અને અન્ય સેવકગણો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments