1. Home
  2. revoinews
  3. કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું સાંસદના હસ્તે વિશિષ્ટ સન્માન
કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું સાંસદના હસ્તે વિશિષ્ટ સન્માન

કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું સાંસદના હસ્તે વિશિષ્ટ સન્માન

0
Social Share

ભુજ, 25 જૂન, 2026: કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું તાજેતરમાં સાંસદના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અંડર-17 SGFI રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા માટે જિલ્લામાંથી એકમાત્ર ખેલાડી તરીકે પસંદગી પામી ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરનાર કચ્છના ઉગતા ક્રિકેટર પૂર્વ આનંદકુમાર ભટ્ટનું કચ્છ લોકસભા ઓપન ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ (નમો કપ સીઝન-4)ના મેગા ફાઇનલ સમારોહમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યો, પોલીસ અધિકારીઓ તેમજ ક્રિકેટ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ ભટ્ટની રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિને બિરદાવી હતી. પૂર્વ ભટ્ટની આ ઉપલબ્ધિ સમગ્ર કચ્છ, બ્રહ્મસમાજ અને સ્વ. રસિકલાલ ભટ્ટ પરિવાર માટે ગૌરવની ક્ષણ બની છે.

આ પણ વાંચોઃ ‘આપણે હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો જ પડશે’: અમેરિકન સાંસદ સેનફોર્ડ બિશપ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code