Homeગુજરાતીપૂર્વ ક્રિકેટર બલ્લેબાજ હરભજન સિંહ બીજી વખત બન્યા પિતાઃ એક્ટ્રેસ ગીતા બસરાએ...

પૂર્વ ક્રિકેટર બલ્લેબાજ હરભજન સિંહ બીજી વખત બન્યા પિતાઃ એક્ટ્રેસ ગીતા બસરાએ દિકરાને આપ્યો જન્મ

  • ક્રિટેર હરભજન સિંહ બીજી વખત બન્યા પિતા
  • એક્ટ્રેસ ગીતા ગીતા બસરાએ આપ્યો દિકરાને જન્મ

 

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. ગીતા અને હરભજનસિહં બીજી વખત માતા પિતા બન્યા છે, તેમના ઘરે દિકરાનો જન્મ થયો છે, ક્રિકેટર હરભજ સિંહે પિતા બનવાના આ  ગુડન્યૂઝ ટ્વિટર દ્વારા શેર કર્યો છે.

હરભજન સિંહે પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે, “એક સ્વસ્થ બાળક સાથે અમને આશિર્વાદ આપવા માટે ઈશ્વરનો આભાર, ગીતા અને પુત્ર બન્ને સ્વસ્થ છે

હરભજન સિંહએ આ સમાચાર શેર કરતાની સાથે જ બોલિવૂડ અને રમત-ગમતની અનેક જાણીતી હસ્તીઓ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. ઉલ્લેખનીય છએ કે કે અગાઉ આ દંપતીની એક પુત્રી પણ છે  જેનું નામ હિનાયા છે. હિનાયાનો જન્મ વર્ષ 2016 માં થયો હતો.

ઉલ્લેખની છે કે ગીતા બસરા એક જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ છે, જેણે વર્ષ 2015 માં ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે બંનેએ એકબીજાને 3 વર્ષથી વધુ સમય સુધી ડેટ કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો હતો. હરભજન સાથે લગ્ન કર્યા બાદ ગીતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર જોવા મળી રહી છે. આજે તે તેના પતિ અને પુત્રી સાથે ખુશહાલ જીવન જીવન રહી છે અને તેના જીવનમાં એક પુત્રી બાદ હવે બીજા પુત્રનું આગમન થયું છે જેને લઈને આ કપલ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

સંબંધિત લેખો

Most Popular