1. Home
  2. ગુજરાતી
  3. ક્રુડ ઓઈલના ભાવમાં થશે ભડકોઃ 2022માં ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પહોંચવાની શકયતા
ક્રુડ ઓઈલના ભાવમાં થશે ભડકોઃ 2022માં ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પહોંચવાની શકયતા

ક્રુડ ઓઈલના ભાવમાં થશે ભડકોઃ 2022માં ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પહોંચવાની શકયતા

0
Social Share

દિલ્હીઃ ક્રુડ ઓઈલના ભાવમાં જોરદાર વધારો થવાની શકયતા જોવા મળી રહી છે. વર્ષ 2022ના અંત સુધીમાં પ્રતિ બેરલ કિંમત 100 ડોલરને પાર થવાની શકયતા છે. જો આમ થશે તો ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થશે.

  • બેંક ઓફ અમેરિકાનું અનુમાન

ગ્લોબલ બ્રોકરેજ હાઉસ બેંક ઓફ અમેરિકએ એક રિસર્ચ નોટ જાહેર કરી છે. આ નોટમાં કહેવામાં આવ્યું છે કે, બ્રેન્ટ ક્રુડની કિંમત આ વર્ષે અને આગલા વર્ષે ઉપર રહેશે. તેલની સપ્લાય અને માગના આધાર ઉપર કિંમતમાં વધારો થઈ શકે છે. 2022માં કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર થઈ જશે. અહેવાલમાં વધુ કહેવાયું છે કે, અમારા મતે વૈશ્વિક સ્તર પર તેલની જોરદાર માગથી રિવકરી થશે.

  • 18 મહિના સુધી સપ્લાય ઉપર થશે અસર

રિપોર્ટ અનુસાર આગામી 18 મહિનામાં રિકવરીથી તેલની સપ્લાય ઉપર અસર થશે. જેથી કિંમતો ઉપર પણ અસર પડશે કેમ કે તેલની ઈન્વેંટરીમાં અછત છે. તેલના ભંડારમાં આ અછતથી કિંમતમાં વધારો થશે. બ્રેન્ડ ક્રુડની કિંમતનું અનુમાન પહેલા 63 ડોલર પ્રતિ બેરલ હતું. જે વધીને 68 ડોલર કરી દેવામાં આવ્યું છે. 2022માં સરેરાશ કિંમત પ્રતિ બેરલ 75 ડોલર રહેવાની શકયતા છે. જે પહેલા 60 ડોલરનો અંદાજ હતો.

  • અમેરિકી શેલ વધારે પ્રોડક્શન કરશે

અમેરિકી શેલ કિંમત વધારા સામે રાહત આપશે કેમ કે તે ઉત્પાદન વધારી શકે છે. જો કે, કિંમત ઉપર વધારે અસર નહીં પડે. 2023માં ક્રુડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 65 ડોલરની આસપાસ રહેવાની શકયતા છે. બેંક ઓફ અમેરિકાએ જણાવ્યું હતું કે, ઓઈલ માર્કેટમાં આગળ પણ સપ્લાઈને લઈને તણાવ રહેશે. અત્યારે દરરોજ સરેરાશ 0.9 મિલિયન બેરલની અછત છે. આ સ્થિતિ આગામી છ મહિના સુધી રહેશે. એક અનુમાન એવો પણ છે કે, ખપતના ગ્રોથથી તેજી રહેશે. ખતપની ગતિ 1970 પછી સતત વધી રહી છે.

ઓઈલની કિંમત પણ અત્યારે વધારે છે. હાલ 60 ડોલર પ્રતિ બેરલ જેટલી છે. આ કિંમતને કારણે ભારતમાં હાલ અનેક વિસ્તારોમાં રૂ. 100 પ્રતિ લીટર પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે. જાણકારોના મતે જો ક્રુડ ઓઈલની કિંમત 100 ડોલર થઈ જશે તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં તોતીંગ વધારો થશે. જો કે, સરકાર ઈચ્છે તો ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code