ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા ગ્રાહકોને મળશે રૂ. 25,000 સુધીનું વળતર
મુંબઈ, 6 ફેબ્રુઆરી 2026: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ધિરાણ નીતિની જાહેરાત કરતા રેપો રેટમાં ભલે કોઈ ફેરફાર ન કર્યો હોય, પરંતુ ઓનલાઇન ફ્રોડનો શિકાર બનતા લાખો ગ્રાહકો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધતા જતા ફ્રોડને રોકવા માટે RBI એ એક નવું ફ્રેમવર્ક પ્રપોઝ કર્યું છે, જે અંતર્ગત જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો તમને રૂ. 25,000 સુધીનું વળતર મળી શકે છે.
RBI ગવર્નરએ જણાવ્યું હતું કે દેશનું બેંકિંગ અને NBFC સેક્ટર હાલમાં અત્યંત મજબૂત સ્થિતિમાં છે. ગ્રાહકોનો બેંકિંગ સિસ્ટમ પર વિશ્વાસ વધારવા અને તેમને સુરક્ષા આપવા માટે આરબીઆઈ આ નવો નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફ્રેમવર્કનો હેતુ બેંકોને સુરક્ષા બાબતે વધુ સજાગ કરવાનો અને ગ્રાહકોના નાણાકીય નુકસાનની ભરપાઈ કરવાનો છે.
ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે RBI ટૂંક સમયમાં એક ડિસ્કશન પેપર જારી કરશે. જેમાં ફ્રોડ રોકવા માટે ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરવાના સૂચનો કરાયાં છે. વરિષ્ઠ નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો સરળતાથી ભોગ ન બને તે માટે વધારાના સુરક્ષા લેયર્સ અને સુરક્ષા કવચ તથા ફ્રોડના કિસ્સામાં બેંકોએ નિશ્ચિત સમયમર્યાદામાં ગ્રાહકોને વળતર આપવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતા રોક્યા હતા: પોલેન્ડના મંત્રીનો દાવો


