
તમિલનાડુમાં ચક્રવાત ‘મૈડુસ’એ આપી દસ્તક,ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
ચેન્નાઈ:ચક્રવાતી તોફાન ‘મૈડુસ’ તમિલનાડુ પહોંચી ગયું છે.વાવાઝોડાએ શુક્રવારે મોડી રાત્રે મામલ્લાપુરમ નજીક લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો.બગડતા હવામાનને કારણે શુક્રવારે ચેન્નાઈ એરપોર્ટ પરથી ઉડતી લગભગ 16 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક ટ્વીટમાં જણાવ્યું છે કે,ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 13 ડોમેસ્ટિક અને 3 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગ (IMD)ના પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા એસ. બાલાચંદ્રને જણાવ્યું કે ચક્રવાતી તોફાનને દસ્તક આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે ચાલુ છે.
ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થયો હતો. ‘મૈડુસ’ 9 ડિસેમ્બરની રાત્રે અને 10 ડિસેમ્બરની સવારે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશ વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થયું હતું.ચક્રવાતી તોફાનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.નુંગમ્બક્કમમાં રેકોર્ડ 7 સેમી વરસાદ નોંધાયો હતો.જ્યારે ચેંગલપેટ અને નાગાપટ્ટિનમ સહિતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તૂટક તૂટક હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.આ વખતે ચક્રવાતી તોફાનને ‘મૈડુસ’ નામ આપવામાં આવ્યું છે, જે અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે ટ્રેઝર બોક્સ.આ નામ સંયુક્ત આરબ અમીરાત દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.
1891 થી 2021 સુધીના છેલ્લા 130 વર્ષોમાં, ચેન્નાઈ અને પુડુચેરી વચ્ચે 12 ચક્રવાતી તોફાનો આવ્યા છે.આ ચક્રવાત એ 13મું ચક્રવાત છે જે મામલ્લાપુરમ (ચેન્નાઈ અને પુડુચેરી વચ્ચે) નજીકના દરિયાકાંઠે પાર કરે છે.પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા, રાહત અને બચાવ કામગીરી માટે તમિલનાડુ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની 40 સભ્યોની ટીમ ઉપરાંત 16,000 પોલીસકર્મીઓ અને 1,500 હોમગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જિલ્લાની ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 12 ટીમો તૈયાર રાખવામાં આવી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોના લગભગ 400 કર્મચારીઓને કાવેરી ડેલ્ટા વિસ્તારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા છે.તે જ સમયે, તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (ટેંગેડકો) એ જાહેરાત કરી છે કે,જાળવણી કાર્ય માટે ચેન્નઈના કેટલાક ભાગોમાં વીજળી કાપવામાં આવશે.આઈટી કોરિડોરમાં તોફાનને જોતા વીજળીને અસર થશે.સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી વીજળી રહેશે નહીં. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ બપોરે 2 વાગ્યા પહેલા વીજ પુરવઠો ફરી શરૂ થવાની ધારણા છે.