1. Home
  2. ગુજરાતી
  3. ગ્રેમી એવોર્ડ્સમાં દલાઈ લામાનો દબદબો: મેડિટેશન્સ માટે જીત્યો પ્રથમ ગ્રેમી
ગ્રેમી એવોર્ડ્સમાં દલાઈ લામાનો દબદબો: મેડિટેશન્સ માટે જીત્યો પ્રથમ ગ્રેમી

ગ્રેમી એવોર્ડ્સમાં દલાઈ લામાનો દબદબો: મેડિટેશન્સ માટે જીત્યો પ્રથમ ગ્રેમી

0
Social Share

લોસ એન્જલસ, 2 ફેબ્રુઆરી 2026:  સંગીત જગતના ઓસ્કાર ગણાતા 68મા ગ્રેમી એવોર્ડ્સની લોસ એન્જલસના ‘ક્રિપ્ટો કોમ એરિના’ ખાતે ભવ્ય જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષના એવોર્ડ્સમાં સૌથી ચોંકાવનારી અને ઐતિહાસિક જીત તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાની રહી છે. દલાઈ લામાએ તેમની ઓડિયો બુક ‘મેડિટેશન્સ: ધ રિફ્લેક્શન્સ ઓફ હિસ હોલીનેસ ધ દલાઈ લામા’ માટે ‘બેસ્ટ ઓડિયો બુક, નેરેશન એન્ડ સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ’ કેટેગરીમાં તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો છે. આ પ્રતિષ્ઠિત કેટેગરીમાં દલાઈ લામાનો મુકાબલો કેતનજી બ્રાઉન જેક્સન અને જાણીતા હોસ્ટ ટ્રેવર નુહ જેવી હસ્તીઓ સાથે હતો. જોકે, દલાઈ લામાના શાંત અને પ્રેરણાદાયી અવાજમાં રેકોર્ડ થયેલી ઓડિયોએ  બાજી મારી લીધી હતી.

ગ્રેમીની મુખ્ય કેટેગરીઓમાં ‘સોન્ગ ઓફ ધ યર’નો એવોર્ડ બિલી ઈલિશને તેના સુપરહિટ ગીત ‘વાઈલ્ડફ્લાવર’ માટે આપવામાં આવ્યો હતો. આ ગીત તેમણે તેના ભાઈ ફિનિયાસ સાથે મળીને તૈયાર કર્યું હતું. બીજી તરફ, પોપ સ્ટાર લેડી ગાગાએ પણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. તેના ગીત ‘અબ્રાકાડાબ્રા’ને ‘સોન્ગ ઓફ ધ યર’ (ક્રિએટિવિટી) અને તેના આલ્બમ ‘મેહેમ’ને ‘બેસ્ટ પોપ વોકલ આલ્બમ’નો એવોર્ડ મળ્યો હતો.

વખત કોઈ કે-પોપ એક્ટને ગ્રેમી મળ્યો છે. ‘કે-પોપ ડેમન હન્ટર્સ’ના ગીત ‘ગોલ્ડન’ને બેસ્ટ વિઝ્યુઅલ મીડિયા સોન્ગનો એવોર્ડ મળ્યો.

એલ્બમ ઓફ ધ યર: બેડ બનીના સ્પેનિશ આલ્બમ ‘ડેબી તિરાર માસ ફોટોસ’ને મળ્યો.

રેકોર્ડ ઓફ ધ યર: કેન્ડ્રિક લેમર અને SZA ના ગીત ‘લુથર’ને એનાયત થયો.

બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ: બ્રિટિશ સિંગર ઓલિવિયા ડીને આ સન્માન જીત્યું.

સ્ટીવન સ્પીલબર્ગ: જાણીતા નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગે ‘મ્યુઝિક ફોર જોન વિલિયમ્સ’ ડોક્યુમેન્ટરી માટે તેમનો પ્રથમ ગ્રેમી જીત્યો.

આ વર્ષે લેડી ગાગા અને જેક એન્ટોનોફ 7-7 નોમિનેશન સાથે સૌથી આગળ રહ્યા હતા, જ્યારે સબરીના કાર્પેન્ટર અને બેડ બનીએ 6-6 નોમિનેશન મેળવીને સંગીત ક્ષેત્રે પોતાની મજબૂત પકડ દર્શાવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code