1. Home
  2. ગુજરાતી
  3. દાવોસ સમિટ- પીએમ મોદી એ ‘વન અર્થ વન હેલ્થ’નો આપ્યો મંત્ર, કહ્યું ‘ભારતે અનેક દેશોને આપી વેક્સિન’
દાવોસ સમિટ- પીએમ મોદી એ ‘વન અર્થ વન હેલ્થ’નો આપ્યો મંત્ર, કહ્યું ‘ભારતે અનેક દેશોને આપી વેક્સિન’

દાવોસ સમિટ- પીએમ મોદી એ ‘વન અર્થ વન હેલ્થ’નો આપ્યો મંત્ર, કહ્યું ‘ભારતે અનેક દેશોને આપી વેક્સિન’

0
Social Share
  • દાવોસ સમિટમાં પીએમ મોદીએ વેક્સિનની કહી વાત
  • ભારતે અન્ય દેશોને આપેલી વેક્સિનની પણ વાત કરી

 

દિલ્હીઃ-વિતેલા દિવસને સોમવારના રોજ દેશના પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદીએ વિશ્વ આર્થિક મંચના આયોજિત ઓનલાઈન પાંચ દિવસીય એજન્ડા શિખર સંમેલનના પ્રથમ દિવસે વિશ્વની સ્થિતિ વિષય પર સંબોધન કર્યુ હંતુ.

આ સમિટમાં  પીએમ મોદીએ કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટે ભારત દ્વારા વિશ્વને આપવામાં આવી રહેલી મદદ વિશે જણાવ્યું. ભારતના વન અર્થ વન હેલ્થના મંત્રનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે કોરોનાના આ સમયમાં આપણે જોયું છે કે કેવી રીતે ભારતે તેના વિઝનને અનુસરીને ઘણા દેશોને જરૂરી દવાઓ, રસી આપીને કરોડો લોકોના જીવ બચાવ્યા હતા.

ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં પીએમએ કહ્યું, “આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દવાઓનો ઉત્પાદક દેશ બની ગયો છે. એક રીતે, ભારત વિશ્વ માટે દવા જ છે. ભારત જેવા મજબૂત લોકશાહીએ સમગ્ર વિશ્વને એક સારી ભેટ આપી છે, એક આશા છે. આ કલગી, આપણે ભારતીયોનો લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે.એક આશાનો ગુલદસ્સતો આપ્યો છે.આ ગુદસ્તામાં 21મી સદીને સશક્ત બનાવતી ટેક્નોલોજી છે. આ ગુલદસ્તામાં આપણા ભારતીયોનો મૂડ છે, આપણા ભારતીયોની પ્રતિભા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જે બહુભાષી અને બહુસાંસ્કૃતિક માહોલમાં ભારતીય રહે છે તે ભારત જ નહીં આખા વિશ્વની ઘણી મોટી તાકાત છે. આ તાકાત સંકટના સમયમાં ફક્ત પોતાના માટે વિચાર કરવો નહીં પણ માનવતાના હીતમાં કામ કરવાનું શીખવાડે છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત દુનિયામાં રેકોર્ડ સોફ્ટવેયર એન્જીનિયરો મોકલી રહ્યું છે. 50 લાખથી વધારે સોફ્ટવેયર ડેવલપર ભારતમાં કામ કરી રહ્યા છે. આજે ભારતમાં દુનિયામાં ત્રીજા નંબરના સૌથી વધારે યૂનિકોર્ન્સ છે. ભારતમાં 10 હજારથી વધારે સ્ટાર્ટઅપ્સ છેલ્લા 6 મહિનામાં નોંધાયા છે.

દાવોસ એજન્ડા સમિટ દરમિયાન પોતાના સંબોધનમાં મોદીએ ભારતના આગળના વિઝન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “આજે ભારત અનેક નીતિઓ બનાવી રહ્યું છે, વર્તમાન તેમજ આગામી 25 વર્ષના લક્ષ્યાંકો અંગે નિર્ણયો લઈ રહ્યું છે. આ સમયગાળામાં ભારતે ઉચ્ચ વિકાસ, કલ્યાણ સંબંધિત લક્ષ્યો નક્કી કર્યા છે. વિકાસનો આ સમયગાળો પણ હરિત પણ હશે. સ્વચ્છ હશે, તે ટકાઉ પણ હશે, તે વિશ્વસનીય પણ હશે.

આ સાથે જ પીએમ મોદી એ અર્થવ્યવસ્થાના લક્ષ્યો પર મોદીએ કહ્યું, “આપણે એ વાતને ઓળખવી પડશે કે આપણી જીવનશૈલી પણ આબોહવા માટે એક મોટો પડકાર છે. સંસ્કૃતિ અને ઉપભોક્તાવાદને ફેંકી દેવાએ આબોહવા પડકારોને વધુ મોટા અને વધુ ગંભીર બનાવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code