Homeગુજરાતીદાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યા બીજા લગ્ન -NIAની સામે તેના નજીકના...

દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યા બીજા લગ્ન -NIAની સામે તેના નજીકના સંબંઘીએ કર્યા ખુલાસા

  • ડોન દાઉદ ઈબ્રાહિમે કર્યા બીજા લગ્ન
  • દાઉદ ઈબ્રાહિમને લઈને થયા અનેક ખુલાસાઓ

દિલ્હીઃ- કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હવે એવી વાત પણ સામે આવી છે કે દાઉદે 67 વર્ષની વયે પાકિસ્તાની મહિલા સાથે બીજા લગ્ન કર્યા છેઆ ખુલાસાઓ ત્યારે થયા કે જ્યારે હસીના પારકરના પુત્ર અને દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અલીશાહ પારકરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સમક્ષ પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે અલીશાહે NIAને જણાવ્યું કે દાઉદે તેની પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપ્યા ન હોવા છતાં તેણે પાકિસ્તાની પઠાણ મહિલા સાથે ફરીથી લગ્ન કર્યા હતા.આ સહીત દાઉદે માત્ર બીજા લગ્ન ઉપરાંત પાકિસ્તાનના કરાચીમાં રહેતું ઘર પણ બદલી નાખ્યું છે. NIAએ ટેરર ​​ફંડિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં એજન્સીએ કહ્યું છે કે અલીશાહે પોતાના નિવેદનમાં દાઉદ વિશે ઘણી વાતો કહી છે.

ઉલ્લેખનીય છે કે NIAએ આ મામલામાં દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.તપાસ દરમિયાન NIAએ અલીશાહ પારકરનું નિવેદન નોંધ્યું છે. આ દરમિયાન અલીશાહે દાઉદ ઈબ્રાહિમ અને તેના પરિવાર વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. અલીશાહના નિવેદન મુજબ દાઉદના ચાર ભાઈ અને ચાર બહેનો છે. તેણે કહ્યું કે દાઉદ અફવા ફેલાવી રહ્યો છે કે તેણે બીજા લગ્ન માટે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા છે, પરંતુ એવું નથી. આ સિવાય તે હવે કરાચીમાં અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહની પાછળ સ્થિત રહીમ ફકી પાસે ડિફેન્સ કોલોનીમાં રહે છે. 

આ પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે દાઉદ ઈબ્રાહિમ દેશના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ પર હુમલો કરવાની  સાજીશ રચી રહ્યો છે અને આ માટે તેણે એક ખાસ યોજના પણ બનાવી છે. દાઉદના ગુરૂઓ ભારતના મોટા શહેરોમાં હિંસા ભડકાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ સાથે જ દાઉદે એડ્રેસ બદલીને કરાચીના ડિફેન્સ વિસ્તારમાં શિફઅટ થયો હોવાની પણ વાત કરી છે.વધુમાં એમ પણ જણાવ્યું છે કે  દાઉદ ઈબ્રાહીમ, તેનો ભાઈ અનીસ ઈબ્રાહીમ શેખ અને બહેન મુમતાઝ રહીમ ફકી કરાચીના ડિફેન્સ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે.  ઈબ્રાહિમનું ઘર પાકિસ્તાનમાં અબ્દુલ્લા ગાઝી બાબાની દરગાહની પાછળ સ્થિત છે.

દાઉદના પરિવારમાં તેની પત્ની મહજબીન, 3 પુત્રીઓ મારુખ, મેહરીન અને મજિયા છે. મારુખે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા છે. દાઉદ ઈબ્રાહિમને એક પુત્ર પણ છે જેનું નામ મોહિન નવાઝ છે. દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ મહિલા છે.દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર છેલ્લા 5 વર્ષથી થાણેની જેલમાં બંધ છે ,દાઉદનો બીજો ભાઈ નૂરા ઈબ્રાહિમ કાસકર 7-8 વર્ષ પહેલા પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો હતો,દાઉદનો ભાઈ સાબીર ઈબ્રાહિમ કાસકર 1983-84માં મુંબઈમાં ગેંગ વોરમાં માર્યો ગયો હતો તેનો ચોથો ભાઈ અનીસ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં રહે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments