1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કાતિલ ઠંડી: બે નગરમાં ઠંડીનો પારો 11 ડીગ્રીથી ઓછો
ગુજરાતમાં કાતિલ ઠંડી: બે નગરમાં ઠંડીનો પારો 11 ડીગ્રીથી ઓછો

ગુજરાતમાં કાતિલ ઠંડી: બે નગરમાં ઠંડીનો પારો 11 ડીગ્રીથી ઓછો

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં બે શહેરોનો પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો છે,.હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર નલિયા 9.4  સૌથી ઠંડુ  સ્થળ રહ્યું છે.. જ્યારે વડાદરામાં 11.6 ડિગ્રી,  ડીસા 11.7 ,  અને  અમદાવાદમાં 12.7 તો ગાંધીનગરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરુઆતમાં ઠંડી વધશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંતમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે. જેના પરિણામે ગુજરાતમાં સવાર-સાંજ તીવ્ર ઠંડી અનુભવાશે. પારો 10 ડિગ્રીથી નીચો જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.

ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે સમગ્ર ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી વહેલી સવારે અને રાતના સમયે કોઈ ઘરની બહાર જવાનું ટાળી રહ્યાં છે. જેથી માર્ગો પણ સુમસામ બની જાય છે. તેમજ હાર્ડ થીજવતી ઠંડીને પગલે લોકો ગરમ વસ્ત્રો અને તાપણો સહારો લઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. રાજ્યમાં કડકડતી ઠંડીને પગલે જનજીવનને અસર થઈ છે. સવારે ધુમ્મસને પગલે વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code