1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીસા-રાણપુર રોડ બે વાહનો વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત
ડીસા-રાણપુર રોડ બે વાહનો વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

ડીસા-રાણપુર રોડ બે વાહનો વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

0
Social Share

ડીસાઃ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ડીસા-રાણપુર રોડ પર વધુ એક અકસ્માત સર્જાતા બાઈકસવાર દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા પાલીસ અકસ્માતને સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોમાંથી અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાણપુર રોડ ઉપર એક પીક-અપ ડાલુ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન પતિનું કરૂણ મોત નિપજ્યું હતું.  જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે ગુરૂવારે ડીસા-રાણપુર રોડ પર એક બાઈક સવાર દંપતિ પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલું પીક-અપ ડાલુ અને બાઈક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.બાઇક સવાર દંપતિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં સારવાર દરમિયાન પતિનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ડીસામાં પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે સ્કુટરને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું. ડીસા-રાણપુરરોડ પર પીકઅપ ડાલુ વાહનના ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. અને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code