1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. દિલ્હી સરકારની નવી EV પોલિસી 2026 જાહેર: ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને મળશે રૂ.1 લાખ સુધીની સબસિડી
દિલ્હી સરકારની નવી EV પોલિસી 2026 જાહેર: ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને મળશે રૂ.1 લાખ સુધીની સબસિડી

દિલ્હી સરકારની નવી EV પોલિસી 2026 જાહેર: ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને મળશે રૂ.1 લાખ સુધીની સબસિડી

0
Social Share

નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવા અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ‘દિલ્હી ઈવી પોલિસી 2026’ નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નીતિ હેઠળ આગામી વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે રૂ. 3954.25 નું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે. આ પોલિસી 31 માર્ચ 2030 સુધી અમલમાં રહેશે.

નવી નીતિ મુજબ, દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને સીધો નાણાકીય લાભ મળશે. ટુ-વ્હીલર પર એક્સ-ફેક્ટરી કિંમત રૂ. 2.25 લાખ સુધી હોય તેવા વાહનો પર પ્રથમ વર્ષે મહત્તમ રૂ. 30,000 સુધીની સબસિડી મળશે. થ્રી વ્હીલર વાહન પર પ્રથમ વર્ષે રૂ. 50 હજાર સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. ફોર-વ્હીલર (માલવાહક-એન1) પર પ્રથમ વર્ષે રૂ. એક લાખ સુધની સબસીડી આપવામાં આવશે. રૂ. 30 લાખ સુધીના ઈ-કાર પર 100 ટકા રોડ ટેક્સ અને નોંધણી ફી માફ કરવામાં આવી છે.

જો તમે જૂનું વાહન ભંગારમાં આપીને નવું ઈ-વાહન ખરીદો છો, તો સરકાર અલગથી સ્ક્રેપિંગ ઇનસેન્ટિવ આપશે. ટુ-વ્હીલર પર રૂ. 10 હજાર, થ્રી-વ્હીલર પર રૂ. 25 હજાર, નોન-ટ્રાન્સપોર્ટ ઈ-કાર પર રૂ. એક લાખ (પ્રથમ એક લાખ અરજદારો માટે), ફોર વ્હીલર માલવાહક પર રૂ. 50000નું ઈનસેટિવ આપવામાં આવશે. મુખ્ય શરત અનુસાર આ લાભ મેળવવા માટે માન્ય સ્ક્રેપિંગ સેન્ટરનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને નવી ખરીદી 6 મહિનાની અંદર કરવાની રહેશે.

દિલ્હી સરકારે વાહનોના ઇલેક્ટ્રિફિકેશન માટે કડક સમયમર્યાદા નક્કી કરી છે. 1 જાન્યુઆરી 2027 થી નવા થ્રી-વ્હીલરમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનું જ રજીસ્ટ્રેશન થશે. 1 એપ્રિલ 2028 થી ટુ-વ્હીલરમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ રજીસ્ટર થઈ શકશે. તબક્કાવાર રીતે 31 માર્ચ 2030 સુધીમાં 30% સ્કૂલ બસોને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવી ફરજિયાત રહેશે. ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને મજબૂત કરવા માટે રૂ. 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દિલ્હી ટ્રાન્સ્કો લિમિટેડને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. તમામ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે એક સમર્પિત ડિજિટલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ નીતિ દિલ્હીને સ્વચ્છ અને હરિયાળું બનાવવા તરફનું એક ક્રાંતિકારી પગલું છે. સરકારી કાફલામાં પણ હવેથી માત્ર ઇલેક્ટ્રિક વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.”

આ પણ વાંચોઃસંસદભવનની બહાર પીએમ મોદી-રાહુલ ગાંધી વચ્ચે શું વાત થઈ? જુઓ VIDEO 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code