1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી-લેહ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોમાં ભય ફેલાયો
દિલ્હી-લેહ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોમાં ભય ફેલાયો

દિલ્હી-લેહ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોમાં ભય ફેલાયો

0
Social Share

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: દિલ્હીથી લેહ જઈ રહેલા વિમાનમાં આજે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં અચાનક ચિંગારી અને આગ જેવી સ્થિતિ દેખાતા પાયલટે સમયસૂચકતા વાપરી તુરંત પરત ફરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સ્પાઈસજેટના સત્તાવાર નિવેદન મુજબ કોકપિટમાં આગ લાગવાની કોઈ વોર્નિંગ મળી ન હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે.

એરલાઈને જણાવ્યું કે, “24 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી લેહ જઈ રહેલી ફ્લાઈટ ટેકનિકલ ખામીને કારણે પરત ફરી હતી. એરક્રાફ્ટ સુરક્ષિત લેન્ડ થયું છે અને તપાસ ચાલુ છે.” હાલ તમામ મુસાફરોને એરપોર્ટ પર જ રોકી રાખવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે મોટા કોમર્શિયલ પ્લેન્સમાં ભલે કોઈ મોટો ક્રેશ થયો નથી, પરંતુ ચાર્ટર, મિલિટરી અને એર એમ્બ્યુલન્સ જેવા નાના વિમાનોના અકસ્માતે દેશને હચમચાવી દીધો છે.

આ પણ વાંચોઃ AI સમિટમાં શર્ટલેસ પ્રોટેસ્ટ કેસમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code