![દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં – એર ક્વોલિટી ઈન્ડેક્ષ 345 નોંધાયો,ઘણા વિસ્તારોમાંમાં શ્વવાસ લેવું બન્યું મુશ્કેલ](https://www.revoi.in/wp-content/uploads/2021/11/63.jpg)
દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં – એર ક્વોલિટી ઈન્ડેક્ષ 345 નોંધાયો,ઘણા વિસ્તારોમાંમાં શ્વવાસ લેવું બન્યું મુશ્કેલ
- દિલ્હીની આબોહવા બની પ્રદુષિત
- એરક્વોલિટી ઈન્ડેક્ષ 345
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી-એનસીઆરની હવા ત્રણ દિવસથી સતત ખરાબ થઈ રહેલી જોવા મળી રહી છે. 24 કલાકમાં એનસીઆરના મોટાભાગના શહેરોની સાથે દિલ્હીની હવા અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી.દિલ્હી સ્થિતિ બવાના એ રાજધાનીનો સૌથી પ્રદૂષિત વિસ્તાર હતો જ્યાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 345 રહ્યો હતો. આ પછી નરેલા સૌથી પ્રદૂષિત વિસ્તાર તરીકે નોંધાયું હતું. સફર ઈન્ડિયા, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વાયુ માનક સંસ્થાનો અંદાજ છે કે દિવાળીની રાત સુધીમાં હવાની ગુણવત્તાનું સ્તર ગંભીર શ્રેણી સુધી પહોંચી શકે છે.
SAFAR આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં પડોશી રાજ્યોમાં 1795 પરાળી સળગાવવાના કેસ નોંધાયા છે. જેમાંથી ઉત્પન્ન થયેલ પીએમ 2.5 તત્વ છ ટકા પ્રદૂષણ માટે જવાબદાર હોવાનું નોંધવામાં આવ્યું છે.
દિલ્હીમાં હાલમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ તરફ છે. જેના કારણે, વધુ પરાળી સળગાવ્યા પછી પણ ઓછો ધુમાડો દિલ્હી પહોંચી રહ્યો છે. એવો અંદાજ છે કે દિવાળીની રાતથી જ પરાળીનો ધુમાડો વધવા લાગશે અને તેની અસર 6 નવેમ્બર સુધીમાં જોવા મળશે. આ બે દિવસમાં, 20 થી 30 ટકાની રેન્જમાં પરાળીના ધુમાડાનો હિસ્સો નોંધવામાં આવી શકે છે.
પરાળી બાળવાના કેસથી હવામાં PM 2.5 અને PM 10નું સ્તર પણ વધશે અને તે ખૂબ જ ખરાબથી લઈને ગંભીર શ્રેણીમાં નોંધી શકાય છે. મંગળવારે હવામાં PM10નું સ્તર 252 અને PM 2.5નું સ્તર 131 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું હતું.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જણાવ્યા પ્રમાણે મંગળવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 24 પોઈન્ટ વધીને 303 થઈ ગયો હતો જે એક દિવસ અગાઉ 281 હતો. આ સિવાય ફરીદાબાદનો AQI 306, ગાઝિયાબાદનો 334, ગ્રેટર નોઈડામાં 276, ગુરુગ્રામનો 287 અને નોઈડાનો 303 હતો.આમ દિલ્હીની આબોહવા સતત પ્રદુષિત બની રહી છે