ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ, રાજધાની બેઇજિંગમાં લોકડાઉન
- ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ
- રાજધાની બેઇજિંગને કરવામાં આવ્યું લોક
- આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે
દિલ્હી :ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે,આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે. સંક્રમિત વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગ્યુએ રવિવારે બેઇજિંગમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે,વાયરસનો તાજેતરનો કહેર ડેલ્ટા વેરિએન્ટને કારણે છે.
કમિશનના પ્રવક્તા મી ફેંગે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં એક અઠવાડિયામાં સંક્રમણ 11 પ્રાંતોમાં ફેલાયો છે.
મીએ કહ્યું કે જેઓ સંક્રમિત થયા છે તેમાંથી મોટાભાગના લોકોએ વિદેશ પ્રવાસ કર્યો છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોને ‘ઈમરજન્સી મોડ’ અપનાવવા કહ્યું છે.
પરિવહન મંત્રાલયના અધિકારી ઝોઉ મીનના જણાવ્યા અનુસાર, વાયરસને કારણે રાજધાની લેન્ઝોઉ અને આંતરિક મંગોલિયા સહિત ગાનસુ પ્રાંતના કેટલાક શહેરોમાં બસ અને ટેક્સી સેવાઓ બંધ કરવામાં આવી છે.
નેશનલ હેલ્થ કમિશન અનુસાર, ચીને શનિવારે કોવિડ-19ના 26 નવા સ્થાનિક કેસની પુષ્ટિ કરી હતી. જેમાં આંતરિક મંગોલિયામાં 7, ગાન્સુમાં 6, નિંગક્સિયામાં 6, બેઇજિંગમાં 4, હેબેઇમાં એક, હુનાનમાં એક અને શાનક્સીમાં એક કેસ નોંધાયો છે.