1. Home
  2. ગુજરાતી
  3. નોટબંધી 0.2: રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચાઈ
નોટબંધી 0.2: રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચાઈ

નોટબંધી 0.2: રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચાઈ

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં બ્લેકમની અને ટેરર ફંડિગ સહિતના બનાવોને અટકાવવા માટે 8મી નવેમ્બર 2016ના રોજ રૂ. 500 અને રૂ. 1000ના દરની નોટ બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. જે તે વખતે આરબીઆઈ દ્વારા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો બજારમાં ચલણમાં મુકાઈ હતી. નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારના રૂ. 500 અને રૂ. 1000ના દરની નોટ બંધ કરવાની જાહેરાત હજુ દેશની જનતા ભુલી નથી. દરમિયાન હવે આરબીઆઈએ રૂ. બે હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં જેમની પાસે રૂ. 2 હજારની નોટ હશે તેઓ 23મી મેથથી 30મી સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશે. આરબીઆઈ દ્વારા 2018-19થી રૂ. 2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું હતું.

રિપોર્ટ અનુસાર, આરબીઆઈએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

RBIએ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.RBI એ નવેમ્બર 2016માં RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ રૂ. બે હજારની નોટો જારી કરી હતી. આ નોટો નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી. 500 અને 1000 રૂપિયાની નોટો જે તે સમયે ચલણમાંથી હટાવી દેવામાં આવી હતી, તેની બજાર અને અર્થવ્યવસ્થા પર પડતી અસરને ઓછી કરી શકાય તે માટે રૂ. બે હજારની નોટ આરબીઆઈએ ચલણમાં મુકી હતી. જ્યારે અન્ય મૂલ્યોની બેંક નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ, ત્યારે બે હજાર રૂપિયાને ચલણમાં લાવવાનો હેતુ પૂરો થયો.

આરબીઆઈએ કહ્યું કે એકવાર 2000 રૂપિયાની બેંક નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ગયા પછી 2018-19માં 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. તે સમય સુધીમાં અન્ય મૂલ્યોની બેંક નોટો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થઈ ગઈ હતી. આરબીઆઈએ એ પણ નિર્દેશ કર્યો છે કે, માર્ચ 2017 પહેલા રૂ. 2000 મૂલ્યની 89 ટકા નોટ જારી કરવામાં આવી હતી.

આરબીઆઈએ રૂ. બે હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવાના આદેશ સાથે જણાવ્યું હતું કે, લોકો તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટો જમા કરાવી શકશે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી શકશે. એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય છે. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.

આરબીઆઈની રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણયથી આગામી દિવસોમાં બેંકો બહાર વર્ષ 2016ની નોટબંધી બાદ જોવા મળેલા પરિસ્થિતિનું પુનરાવર્તન થવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ રૂ. 2000ની નોટ બદલવા માટે બેંકો ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં નોટબંધ બાદ આરબીઆઈએ નવી નોટોનું ડુપ્લીકેશન ના થાય તે માટે વિશેષ ટેકનોલોજીથી રૂ. 500, 2000, 100, 50, 20 અને 10ની નોટોનું પ્રિન્ટીંગ કરવામાં આવ્યું હતું. તેમજ તે બાદ તેને ચલણમાં મુકવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code