1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સહિત મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો છતાં ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ,
અમદાવાદ સહિત મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો છતાં ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ,

અમદાવાદ સહિત મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો છતાં ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ,

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેના ઈમ્પેક્ટ ફીના બીલને સર્વાનુંમતે બહાલી આપવામાં આવી છે. અગાઉ પણ 2012થી 2918 દરમિયાન કાયદો અમલમાં હતો ત્યારબાદ વટહુક્મ દ્વારા ઈમ્પેક્ટ ફીને કાયદો યથાવત રાખવામાં આવ્યો હતો. આ કાયદાને અમદાવાદ સહિતના મહાનગરોમાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. બીજી બાજુ ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે. ઈમ્પેક્ટ ફીના કાયદાના અમલ માટે સ્થાનિક સત્તા તંત્રના અધિકારીઓની નિષ્ક્રિયતા જવાબદાર છે. ગેરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં નહીં આવે ત્યાં સુધી લોકો સામે ચાલીને પોતાના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરાવશે નહીં.

રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને નિયત કરી શકાય છે. 1 ઓક્ટોમ્બર 2022 પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં કુલ 877 કરોડની ઈમ્પેક્ટ ફીની આવક પણ થઈ છે. વર્ષ 2012થી 2018માં ઇમ્પેક ફીનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં કુલ 2.43 લાખ જેટલી 1.26 લાખ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અરજીઓ મંજૂર કરવા બદલ રૂ. 349 કરોડની આવક થઈ હતી. 2.43 લાખ જેટલી અરજીઓમાંથી સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે પૂર્વ વિસ્તારમાં આવેલા દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાંથી અરજીઓ આવી હતી. જ્યારે બે મહિના પહેલા સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીના કાયદાની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકો દ્વારા ઓનલાઇન અરજીઓ કરી અને બાંધકામને નિયત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજ દિન સુધી 1288 જેટલી અરજીઓ આવી છે જેમાં પૂર્વ ઝોનમાંથી 337 અને દક્ષિણ ઝોનમાંથી 285 જેટલી અરજીઓ સૌથી વધુ આવી છે. સૌથી ઓછી માત્ર 77 અરજી ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવી છે. આમ અમદાવાદમાં નબળો પર્તિસાદ મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા અગાઉ બે વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેરમાં 2.37 લાખ ગેરકાયદે મિલકત કાયદેસર કરવામાં આવી છે. 2001માં પહેલીવાર ઈમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો. તેમાં સુરત પાલિકાને માત્ર 17463 અરજી મળી હતી. જેમાંથી 2459 અરજી રિજેક્ટ થઈ હતી અને 15004 અરજી મંજૂર થઈ હતી. જેમાં પાલિકાને 90 કરોડની ઈમ્પેક્ટ ફી મળી હતી. જોકે, વર્ષ 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો ત્યારે સુરતમાં 3.06 લાખ અરજી થઈ હતી. તેમાંથી 2.22 લાખ અરજી મંજૂર થતાં પાલિકાને 351 કરોડની આવક થઈ હતી. 2001 અને 2011ની કુલ રૂ. 441 કરોડની મનપાને આવક થઈ હતી. જ્યારે આ વર્ષે માત્ર 258 અરજીઓ જ આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે માત્ર અમદાવાદ કે રાજકોટ જ નહીં પણ સુરતમાં  ગેરકાયદેસર બાંધકામાનો પણ રાફડો ફાટ્યો છે આવા ગેરકાયદેસર બાંધકામો અને કાયદેસર કરવા માટે સરકારે ફરી એક વખત તક આપી છે. પરંતુ 2011ની માફક આ વખતે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ કાયદેસર કરવા માટે રસ દાખવી રહ્યા નથી. સરકારના વટહુકમ બાદ પણ સુરતમાં ઈમ્પેક્ટ ફી હેઠળ ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા માટે ઘણી ઓછી અરજી આવી છે. વટહુકમ બહાર પડ્યાને પંદર દિવસ જેટલો સમય પૂરો થયો છતાં અરજીઓ ધારણા કરતા ઓછી આવી છે. આ કાયદામાં રહેલી વિસંગતતા દુર કરવા સાથે કાયદાને સ્પષ્ટ કરી સરળ ભાષામાં તેનું અમલીકરણ થાય તે માટે આયોજન થઈ રહ્યું છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code