આમ તો જમ્મુ કાશ્મીરનું નામ યાદ આવે એટલે સ્વર્ગનો અહેસાસ થાય, ભઆરતનો પ્રેદશ પૃથ્વી પરવનો સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે,કાશ્મીરમાં આવેલા ફૂલોના બગદીચાઓ પ્રવાસીઓ માટે ફોટો ક્લિક કરવાનું બેસ્ટ પ્લેસ ગણાય છે, આવું જ એક ગાર્ડન આવેલું શ્રીનગરમાં તેના વિશે જાણીએ
શ્રીનગરમાં આવેલું ટ્યૂલિપ ફૂલોનું એશિયા ખંડમાં સૌથી મોટું ગાર્ડન છે વિખ્યાત એવા દાલ સરોવરના કાંઠે આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આ વર્ષથી પ્રવાસીઓ માટે મનમોહીલે તેવું છે,ઘણી ફિલ્મોના સોંગ પણ અહી શૂટ કરવામાં આવ્યા છે જેમાં વર્ષ 1981માં આવેલી અમિતાભ બચ્ચન, રેખા અભિનીત હિન્દી ફિલ્મ ‘સિલસિલા’નું શૂટિંગ આ જ ગાર્ડનમાં કરવામાં આવ્યું હતું.
આ ગાર્ડનમાં 64 જાતના અવનવા અને રંગબેરંગી 15 લાખ ટ્યૂલિપ ફૂલ લગાવવામાં આવ્યા છે જે મનમોહક છે. આ ગાર્ડન 30 હેક્ટર જમીન પર પ્રસરાયેલું છે અહીના ફૂલો ગાર્ડનની ખાસિયતો છે.
ગાર્ડનમાં પર્યટકો અને મુલાકાતીઓ હજારોની સંખ્યામાં રંગબેરંગી ટ્યૂલિફ ફૂલો નિહાળવાનો આનંદ માણતાં અને ફોટો પાડતા હોય છે, ફૂલોને નિહાળીને લોકો કહેતા હતા ‘ધરતી પરનું સ્વર્ગ તો આ જ છે.’ દર વર્ષે આ ગાર્ડનને કારણે કશ્મીરમાં પર્યટકોની સંખ્યા છે.
અહીં પર્યટકોના મનોરંજન માટે સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ટ્યુલિપની સાથે સાથે અહીં ફૂલોની અન્ય પ્રજાતિઓ પણ જોવા મળશે જેમ કે ડૈફોડીલ્સ, જલકુંભી અને રેનકુલસ. અહીં વયસ્કો માટે એન્ટ્રી ફી 50 રુપિયા અને નાના બાળકો માટે 25 રુપિયા છે.