
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પીએમ મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન
નવી દિલ્હીઃ દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે હાલમતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ દ્રૌપદી મૂર્મૂને તથા વિપક્ષે યશવંતસિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહ્ર કર્યાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 27 પક્ષોના સમર્થન સાથે દ્રૌપદી મુર્મુનો હાથ ઉપર છે. જ્યારે 14 પક્ષોના સમર્થનથી, સિંહાને લગભગ 3.62 લાખ મત મળવાની અપેક્ષા છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાશ શિંદે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, સહિતના મહાનુભાવો અને ધારાસભ્યોએ મતદન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાના સભ્યોએ પોતાનો મત આપ્યો હતો. 245 સભ્યોની રાજ્યસભામાંથી માત્ર 233 સાંસદો જ મતદાન કરી કર્યું હતું. આ ચૂંટણીમાં 12 નામાંકિત સાંસદોએ મતદાન કર્યું નથી. આ સાથે લોકસભાના તમામ 543 સભ્યો મતદાનમાં ભાગ લઈ રહ્યાં છે. તેમાં આઝમગઢ, રામપુર અને સંગરુરમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના વિજેતા સાંસદોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ રાજ્યોના કુલ 4033 ધારાસભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે. આ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 4809 થશે. જો કે તેમના મતની કિંમત અલગ-અલગ હશે.