Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિના જર્જરિત બનેલા સ્ટાફ ક્વાટર્સને રિ- ડેવલોપ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કર્મચારીઓ માટેના સ્ટાફ ક્વાટર્સ વર્ષો જુના હોવાથી જર્જરિત બની ગયા છે. ત્યારે જર્જરિત ક્વાટર્સને ડિમોલિશન કરીને તેના સ્થાને નવા ક્વાટર્સ બનાવવા રિ-ડેવલપમેન્ટની યાજના બનાવવામાં આવી હતી. તેને રાજ્ય સરકારે મંજુરી આપતા હવે ટેન્ડર સહિતની પ્રકિયા હાથ ધરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષો પહેલાં બનેલા ક્વાર્ટર્સ જર્જરીત બની જતા ફરી એકવાર તેને રીડેવલોપમેન્ટ કરવાની જરૂરિયાત ઉભી થતા મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી અને રાજ્ય સરકારમાં મોકલવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા 7 સ્લમ ક્વાર્ટર્સને રી ડેવલોપમેન્ટ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં તેની પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,  મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને ક્વાર્ટર્સ આપવામાં આવ્યા હતા. જોકે 30થી 40 વર્ષ જૂના આ ક્વાર્ટર્સની રીડેવલોપમેન્ટ કરવાની કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 7 જેટલા સ્લમ ક્વાર્ટસ અત્યંત જર્જરીત થઇ ગયા છે. ત્યારે જો આ હેલ્થ ક્વાર્ટસ અત્યંત જર્જરીત થયા હોવાથી ગમે ત્યારે કોઇપણ બનાવ બની શકે તેવી શક્યતા જણાઇ રહી છે. આ સ્થિતિમાં તેને રીડેવલપમેન્ટ યોજના હેઠળ લઇ જવા માટે રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી હતી જે અને સરકારે મંજૂરી આપી દેવાતા આગામી દિવસોમાં 800થી મકાનોને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે