1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી અંગે USFDA અને FDCA વચ્ચે વિચાર-વિમર્શ કરાયો
લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી અંગે  USFDA અને FDCA વચ્ચે વિચાર-વિમર્શ કરાયો

લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી અંગે USFDA અને FDCA વચ્ચે વિચાર-વિમર્શ કરાયો

0
Social Share

ગાંધીનગરઃ યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ મંગળવારથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની ટીમ સાથે લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ શરૂ કર્યો હતો. જેના થકી બંને સંસ્થાઓના અધિકારીઓના નોલેજમાં વધારો થશે અને લોકોને ઉતમ સ્વાસ્થ્ય પુરૂ પાડવામાં મદદગાર પૂરવાર થશે. આ બંને સંસ્થાઓ બેસ્ટ પ્રેક્ટિસિસનું એકબીજા સાથે આદાન પ્રદાન કરશે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર  એચ.જી. કોશિયા આ અંગે વિગતો આપતાં કહ્યું કે, આ મુલાકાત દરમિયાન FDCA ગુજરાત અને USFDAના અધિકારીઓ ડ્રગ ઇન્સ્પેક્શન લાઇફસાઇકલ: સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્યાંકન અને રેગ્યુલેટરી એકશન, કેસ સ્ટડી ઉપર ચર્ચા કરશે અને યુએસએફડીએની આગેવાની હેઠળના થતા ઇન્સ્પેકશનમાં ગુજરાત FDCAના અધિકારીઓએ ભાગ લઈ સવિશેષ ચર્ચા વિચારણા હાથ ધરશે.

આ બેઠક દરમિયાન USFDAના ડૉ. સારહ મેક્મુલન, USFDA; ડૉ. નાટાલી મીકેલસન, એક્ટીંગ ડેપ્યુટી ડાયરેક્ટર; ડૉ. ફીલીપ ન્યુએન, એક્ટીંગ આઇઆરએસ તથા અન્ય સભ્યો સહિત ગુજરાત FDCAના ફૂડ એન્ડ ડ્રગના સિનિયર અધિકારીઓ અને ડ્રગ્ઝ ક્ન્ટ્રોલર, ઇન્ડિયા દ્વારા પ્રતિનિયુકત ડ્રગ્ઝ અધિકારીઓએ ભાગ લઈ બંને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ એડવાન્સમેન્ટ અને અન્ય કાયદાકીય સંબંધિત માહિતી અંગે વિચાર વિમર્શ કરશે.

 

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code