
રાજસ્થાનમાં સરકાર બનવાને લઈને ચર્ચાઓ તેજ , સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અમિત શાહને મળ્યાં
જયપુર- રાજસ્થાનમાં કોંગ્રેસ ની હાર બાદ ભારતીય જનતા પાર્ટી માં ખુસીનો માહોલ છે ત્યારે હવે સરકાર બનવાને લઈને ચર્ચાઓ પણ તેજ બની છે મુખ્યમંત્રીને લઈને અનેક લોકોના મનમાં ઘણા સવાલો પણ છે કારણ કે રાજસ્થાનમાં ભાજપ ફરી સત્તા પર આવી ગયું છે.
રાજ્યમાં સરકારની રચનાને લઈને હલચલ વધુ તેજ થઈ ગઈ છે. આજે સંસદ ભવનમાં બેઠકોનો દોર સતત ચકી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના પ્રભારી અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી .
રાજસ્થાનના ઘણા વરિષ્ઠ નેતાઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. તે જ સમયે ગજેન્દ્ર સિંહ શેખાવત, બાબા બાલક નાથ અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ઓમ બિરલાને મળ્યા હતા. આ સાથે જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભ્ય દળની બેઠક અને નેતાઓની પસંદગી માટે નિરીક્ષકોના નામ પર ચર્ચા થઈ રહી છે. વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.