Site icon Revoi.in

જૂનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની શિબિરમાં પ્રતાપ દૂધાત ગેરહાજર રહેતા નારાજગી

Social Share

જૂનાગઢઃ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર જુનાગઢમાં યજાઈ રહી છે. આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રસના જિલ્લા અને શહેર પ્રમુખોને હાજર રહેવાની સુચના આપવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે. જેની રાષ્ટ્રીય નેતૃત્વએ ગંભીર નોંધ લીધી છે. આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે. જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે. પ્રતાપ દૂધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક કરશે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દૂધાતે નિમણૂક કરી નથી.

ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શહેર-જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ શિબિરમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે નેતાઓ કામ કરવા ઈચ્છતા નથી તેમને પક્ષમાંથી તાત્કાલિક બહાર કાઢી મૂકવા જોઈએ. તેમણે આવા નેતાઓને સડેલી કેરી સાથે સરખાવ્યા, જે આખી ટોપલીને ખરાબ કરી શકે છે. ખડગેએ 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને પર્ફોર્મન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તેઓ આ સમયગાળામાં કામગીરીમાં સુધારો નહીં કરે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે, એવી ચેતવણી પણ આપી હતી.

ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા એક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. તેમણે કોંગ્રેસ પક્ષમાં કામ ન કરતા લોકો પર નારાજગી વ્યક્તિ કરી હતી અને 9 પ્રમુખને અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના શહેર અને જિલ્લાના 41 પ્રમુખોમાંથી 9 જિલ્લા પ્રમુખોની કામગીરી નબળી રહી છે. એમાં ગાંધીનગર અને આણંદ સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પર્ફોર્મન્સમાં 6 જિલ્લા પાછળ છે, જ્યારે રેન્કિંગ આપવામાં આવ્યું છે એમાં 9 જિલ્લા નંબર 1 પર છે. 11 જિલ્લા નંબર 2 પર છે જ્યારે 19 જિલ્લા નંબર 3 અને તેનાથી પણ પાછળ છે. જેથી કોંગ્રેસના પ્રમુખોને પર્ફોર્મન્સ બતાવવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. નવી નિમણૂકમાં 9 જેટલા પ્રમુખોને તેમના હોદ્દા લઇને ઘરે બેસી રહેશો તો નહિ ચાલે એવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.