
ફેફસાને લગતી બીમારીને ન કરો નજરઅંદાજ, પહેલાથી પગલા લેવા અત્યંત જરૂરી
- શરીરની તંદુરસ્તી છે સૌથી વધારે જરૂરી
- શરીર સ્વસ્થ તો બધુ જ મસ્ત
- ફેફસાને લગતી બીમારીને ન કરો નજરઅંદાજ
કેટલાક લોકો પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં એટલા બધા મસગુલ રહે છે કે તેઓ પોતાના શરીર પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આ પ્રકારના લોકોને સૌથી વધારે બીમારીઓ થવાની સંભાવના રહેલી હોય છે. આ લોકો પોતાના શરીર પર ધ્યાન આપતા નથી અને આગળ જતા તેમને અનેક પ્રકારના બીમારીઓનો સામનો કરવો પડે છે.
આવામાં તમામ લોકોએ ફેફસાને લગતી બીમારીને પણ નજરઅંદાજ કરવી જોઈએ નહી, ન સમજાય તેવી રીતે આ કિસ્સામાં છાતીમાં દુખાવો જે એક મહિના કે તેથી વધુ સમય સુધી ચાલે છે. ખાસ કરીને જો તમે શ્વાસ લો અથવા ઉધરસ આવે ત્યારે તે વધુ ખરાબ થાય તે ચેતવણીનું ચિહ્ન છે.
આ ઉપરાંત તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ વ્યક્તિને શ્વાસની તકલીફ થતી હોય અને તેમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તે ફેફસાના રોગની નિશાની હોઈ શકે છે. ફેફસામાં ગાંઠ અથવા કાર્સિનોમાથી પ્રવાહીનું નિર્માણ હવાના માર્ગને અવરોધે છે, જેના કારણે શ્વાસની તકલીફ થાય છે. આઠ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહેલી ઉધરસ રહેતી હોય તો તેને ક્રોનિક માનવામાં આવે છે અને એક મહત્વપૂર્ણ પ્રારંભિક લક્ષણ જે તમારા શ્વસનતંત્રમાં કંઈક ખોટું છે તે જણાવે છે.
જો કે ડોક્ટર અને જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવે છે કે પાણી પહેલા પાળ બાંધી દેવી સારી રહે છે, ફેફસાની કે શરીરની કોઈ પણ બીમારી અંગે જો પહેલાથી ઈલાજ કરવામાં આવે તો તે બીમારી એટલી ગંભીર રહેતી નથી, અને તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્યમાં કે શરીરમાં કોઈ પણ પ્રકારના બદલાવ દેખાય એટલે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.