Site icon Revoi.in

કારમાં ભૂલથી પણ એસી આ રીતે ના ચલાવો, નહીં તો જીવ જશે

Social Share

જો તમારી પાસે કાર છે તો તમારે કારમાં એસી એટલે કે એર કંડીશનર ચલાવતા જ હશો. ઉનાળામાં કારમાં એસી ખૂબ જરૂરી છે, નહીં તો મુસાફરી ખૂબ મુશ્કેલ બની જાય છે. ચોમાસામાં પણ કાર એસીની ખૂબ જ જરૂર હોય છે. જો એસી સરખી રીતે ચલાવવામાં આવે તો તેની લાઈફ વધે છે. સાથે એસી ઓછા સમયમાં સારી ઠંડક આપવાનું શરૂ કરે છે. પણ એસી ઓપરેટ કરવામાં નાની ભૂલ પણ મૃત્યુનું કારણ બની શકે છે.

લોકો આ નાની ભૂલ કરે છે

મોટા ભાગના લોકો ગાડીમાં એસી ઓન કરીને બેસીએ છીએ, પણ સમસ્યા એ છે કે મોટા ભાગના લોકો એક નાની ભૂલ કરે છે. ગાડીની અંદર મોટા ભાગના લોકો એસી ચાલુ કર્યા પછી ગાડીમાં બધા કાચ બંધ કરી દે છે. તેના લીધે ગાડીની અંદરનું તાપમાન ખૂબ ઓછું થઈ જાય છે.

પછી ધીમે-ધીમે એસીનો ગેસ કારની અંદર ભેગો થવા લાગે છે. આ દરમિયાન, કારના એન્જિનમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ જેવો જીવલેણ ગેસ એસી વેન્ટ્સ દ્વારા કેબિનમાં ભેગો થઈ જાય છે. જો કારમાં બેઠેલા વ્યક્તિએ કોઈપણ પ્રકારનો નશો કર્યો હોય તો આ ગેસ સાયલન્ટ કિલરનું કામ કરે છે અને વ્યક્તિનો જીવ લઈ લે છે.

બચવા માટે આ વાતનું ધ્યાન રાખો
આ સમસ્યાથી બચવા માટે કારમાં જ્યારે પણ એસીનો ઉપયોગ કરો છો તો કાચ થોડા ખુલ્લા રાખો. જેથી બહારની તાજી હવા અંદર આવી શકે. તેના સિવાય કાર્બન મોનોક્સાઈડને કેબિનમાં આવવાથી રોકવા માટે થોડા સમય માટે કાર એસી વેન્ટ્સને બંધ કરી દો. જો કારનું એસી ચલાવો છો તો કોઈપણ પ્રકારની નશાનોનો ઉપયોગ કરવાથી બચો. નહિં તો, કાર્બન મોનોક્સાઇડ જેવો ગેસ શરીરમાં જઈ શકે છે અને લોહી સાથે ભળી શકે છે અને વ્યક્તિની હત્યા કરી શકે છે.

Exit mobile version