
શરીરમાં ઓક્સિજનની સમસ્યાને દુર કરવા ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ
તે વાતમાં કોઈ શંકા નથી કે મોટાભાગની સમસ્યાથી બચવા માટે દરેક વ્યક્તિની પાસે ખાસ પ્રકારનો ડાયટ હોવો જરૂરી છે. દરેક વ્યક્તિ જો યોગ્ય રીતે ડાયટને ફોલો કરે તો મોટાભાગની સમસ્યા દુર થઈ જાય છે. આવામાં જો વાત કરવામાં આવે શરીરમાં ક્યારેક ઉદભવતી ઓક્સિજનની સમસ્યાની તો તેના માટે પણ દરેક વ્યક્તિએ ખાસ પ્રકારનો ડાયટ ફોલો કરવો જોઈએ.
જાણકારોના મત અનુસાર પપૈયુ સૌથી સરસ રહે છે જે લોકોને ઓક્સિજન સમસ્યા હોય તેમના માટે, કારણ કે પપૈયામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી નાખે છે. નિષ્ણાતોના મતે, પપૈયામાં નસોમાં ભેગા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાના ગુણ છે. તેના લીધે ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો કિવીની તો કિવી વિટામિન સી અને ફાઈબરથી પણ ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટને હેલ્ધી રાખવા ઉપરાંત તે શરીરમાં ઓક્સિજનનું સ્તર પણ વધારે છે.સાથે સાથે ખજૂરની વાત કરીએ તો કોપર, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાથી ખજૂરને પણ ઔષધી ગણવામાં આવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ઓક્સિજનના સ્તરને સુધારે છે.