1. Home
  2. ગુજરાતી
  3. શું તમને ખબર છે? યોગ્ય પ્રમાણમાં નિંદર લેવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે
શું તમને ખબર છે? યોગ્ય પ્રમાણમાં નિંદર લેવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે

શું તમને ખબર છે? યોગ્ય પ્રમાણમાં નિંદર લેવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે

0
Social Share

કેટલાક લોકો ચિંતામાં હોય ત્યારે તેમને રાતના સમયે ઉંઘ ઓછી આવે છે, ક્યારેક પ્રકારની આદતના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જતું હોય છે, આવામાં જો વાત કરવામાં આવે ઉંઘ અને હાર્ટ એટેક વચ્ચેના સંબંધની તો તેના પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે જે લોકો યોગ્ય પ્રમાણમાં રાતના સમયે નિંદર પુરી કરે છે તે લોકોને હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.

જો વધારે જાણકારીની વાત કરવામાં આવે તો, એક સંશોધન મુજબ જે લોકો પૂરતી અને સારી ઉંઘ લે છે તેમને હાર્ટ એટેકની શકયતા ૪૨ ટકા ઓછી રહે છે. સ્વસ્થ ઉંઘ પેટર્નનો મતલબ ૭ થી ૮ કલાક સુધીને સવારે જાગવું એટલું જ નથી પરંતુ દિવસે સુસ્તી કે ઉંઘ આવવી જોઇએ નહી. વિશ્વમાં હાર્ટ ફેલ થવાથી ૨.૬ કરોડથી વધુ લોકોના મોત થાય છે. ખાસ કરીને ઉંઘની સમસ્યા હાર્ટ ફેલ વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

યુકે બાયોબેંક દ્વારા ૨૦૦૬થી ૨૦૧૦ સુધી હોસ્પીટલમાં ફરજ બજાવતા ૩૭ થી ૭૩ વર્ષની ઉંમરના ૪૦૮૮૦૨ લોકોને સ્ટડી માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી સુધી હાર્ટ ફેલ થવા અંગેના ડેટાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.શોધકર્તાઓને ૧૦ વર્ષ સુધીમાં હાર્ટફેલના સરેરાશ ૫૨૨૧ કેસ નોંધ્યા હતા. સંશોધકોએ ઉંઘની ગુણવત્તાના આધારે સમગ્ર દરેક કેસનું પૃથ્થકરણ કર્યું હતું. મહામારી વિજ્ઞાાનના પ્રોફેસર ન્યૂ ઓરલિયન્સે સ્વસ્થ ઉંઘ માટે જે સ્કોર નકકી કરવા માટે પાંચ બાબતોને મહત્વ આપ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code