1. Home
  2. ગુજરાતી
  3. આજે ડૉક્ટરોની હડતાળ: કોરોનાવાયરસને લગતી સુવિધા રહેશે ચાલુ
આજે ડૉક્ટરોની હડતાળ: કોરોનાવાયરસને લગતી સુવિધા રહેશે ચાલુ

આજે ડૉક્ટરોની હડતાળ: કોરોનાવાયરસને લગતી સુવિધા રહેશે ચાલુ

0
Social Share

અમદાવાદ:  સરકાર દ્વારા આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપી દેવામાં આવતા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને (IMA) 11 ડિસેમ્બર એટલે કે આજે દેશભરમાં ડૉક્ટરોની હડતાળની (Doctors Strike)જાહેરાત કરી છે. હડતાળ દરમિયાન બિન જરૂરી અને બિન કોવિડ સેવાઓ બંધ રહેશે તથા આઈસીયુ અને સીસીયૂ જેવી ઇમરજન્સી સેવા યથાવત્ રહેશે તેવુ ડોક્ટરોએ જણાવ્યું હતુ.

હાલમાં કોરોનાવાયરસના જેવી બીમારીને ધ્યાનમાં રાખીને ભારતમાં તમામ બિમારી માટે ડોક્ટર પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર મહેનત કરી રહી છે અને આવા સમય પર ડૉક્ટરની હડતાળ નિર્દોષ લોકોના જીવને જોખમમાં મુકી શકે તેમ છે.

ડૉક્ટરોએ પણ સમજવુ જોઈએ કે તેમનુ મનદુખ સરકારના નિર્ણય સાથે છે પરંતુ પોતાની હડતાળથી કોઈ જરૂરિયાતમંદને નુક્શાન તો થશે નહી.

IMAએ સંકેત આપ્યો છે કે આવનાર સપ્તાહોમાં આંદોલન તેજ બની શકે છે અને મહત્વનું છે કે આઈએમએની હડતાળ દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેશે પણ સરકારી હોસ્પિટલ ખુલ્લી રહેશે. ખાનગી હોસ્પિટલોમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ યથાવત્ રહેશે. દેશભરની ખાનગી હોસ્પિટલોએ હડતાળ પર ચિંતા વ્યક્ત કરી છે. IMAએ કહ્યું કે 11 ડિસેમ્બરે બધા ડોક્ટર સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હડતાળ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)તરફથી જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે આયર્વેદના ડોક્ટર પણ હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, ગળાની સર્જરી કરી શકશે. CCIMએ આયુર્વેદના કેટલાક ખાસ ક્ષેત્રના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને સર્જરીનો અધિકાર આપ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે અને આઈએમએએ સરકારના આ નિર્ણયને દર્દીઓના જીવ સાથે ખિલવાડ ગણાવ્યો છે. આઈએમએ વિનંતી કરી રહ્યું છે કે સરકારે આ નિર્ણય તરત પાછો લેવો જોઈએ અને સરકારના નિર્ણયથી એલોપેથી ડોક્ટરોમાં ઘણી નારાજગી છે. રાજ્યના 800 ઇન્ટર્ન ડોકટર્સની પણ 14મી ડિસેમ્બરે હડતાળ પર જવાની ચીમકી છે.

_Vinayak

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code